વેરાવળ ખાતે નેશનલ સિનિયર સિટીઝન દિવસની ઉજવણી
ખાસ-ખબર સંવાદદાતા
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગીર સોમનાથ, તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ વેરાવળના ઉપક્રમે સિનિયર સિટીઝન ચેરીટેબલ ટ્રસ્ટ વેરાવળના નેજા હેઠળ ગીર સોમનાથ પોલીસ વિભાગ, તથા સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા શ્રી લોહાણા મહાજન વેરાવળ દ્વારા નેશનલ સિનિયર સિટીજન દિવસની ઉજવણી કરાવમાં આવી હતી. જેમાં સરકારના વિવિધ વિભાગોના પ્રતિનિધિઓએ સિનિયર સિટીઝન લોકોને મળતા લાભો અને જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ તકે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એચ. ભાયા,નરેન્દ્ર મકવાણા હાજર રહ્યાં હતાં.ગીર સોમનાથ જિલ્લા પોલીસ વિભાગ ના સીટી પી. આઇ. એસ.એમ. ઈશરાણી દ્વારા સિનિયર સિટીઝનો માટે સાયબર ક્રાઇમથી બચવા સૂચનો અને રોજબરોજની જીંદગીમાં વડીલો ને સાવચેતી રાખવી સમજ આપી હતી. આ પ્રસંગે આનંદભાઇ જોશી, મિતાબેન કારીયા,ઉપેન્દ્રભાઇ તન્ના, રીતેશભાઇ તન્ના,શ્યામભાઇ નાથાણી,વિક્રમભાઇ તન્ના સહિતનાં હાજર રહ્યાં હતાં.