આજે ભારત અને સ્પેનના વડાપ્રધાન વડોદરાના મહેમાન બન્યા છે. ત્યારે આ પ્રસંગે યોજાયેલા રોડ શોમાં નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝે વડોદરાવાસીઓનું રોડ-શોમાં અભિવાન ઝીલ્યું હતુ. વીડિયોમાં જોવા મળતા દ્રશ્યો પ્રમાણે મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
સ્પેનની એરબસ દ્વારા ભારતની ટાટા સાથે મળીને વડોદરાના પ્લાન્ટમાં મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવાશે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝ ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઈનલ એસેમ્બલી લાઈનનું ઉદ્દઘાટન કરનાર છે.
ત્યારે આ પ્રસંગે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ તેમની પત્ની સાથે મોડીરાત્રે વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. અહીં તેઓને ગુજરાતી ગરબા અને ઢોલ-નગારાના તાલે આવકારવામાં આવ્યા હતા. હાલમાં ભારતના પીએમ નરેન્દ્ર મોદી પણ વડોદરા આવી પહોંચ્યા છે.