ભૂતપૂર્વ CM હરીશ રાવત લગ્નની વર્ષગાંઠના દિવસે જ હાર્યા પણ દીકરી અનુપમા જીત્યા
ભાજપ ઉત્તરાખંડમાં પોતાની સરકાર જાળવી રાખનારો પહેલો પક્ષ બન્યો છે, અત્યારે ભાજપ 70 બેઠક પૈકી 1 બેઠક ઉપર જીત હાંસલ કરી લીધી છે અને 48 બેઠક ઉપર તે આગળ ચાલી રહ્યો છે. જ્યારે કોંગ્રેસે 1 બેઠક ઉપર જીત મેળવી છે અને 17 બેઠક ઉપર આગળ છે. જ્યારે 4 બેઠક ઉપર અન્યો આગળ ચાલી રહ્યા છે. ઉત્તરાખંડમાં બહુમતી માટે 36નો આંકડો છે.
- Advertisement -
બીજા દિવસે ઉત્તરાખંડના ભૂતપૂર્વ હરીશ રાવતને તેમના લગ્નતિથિ નિમિત્તે બમણો ઝાટકો લાગ્યો છે. એક બાજુ, કોંગ્રેસ સરકાર માટે સરકાર બને તેવા કોઈ સંજોગો દેખાતા નથી ત્યારે રાવત લાલકુઆં બેઠક પરથી ભાજપના મોહન બિષ્ટ સામે 14 હજાર મતથી હારી ગયા છે. જોકે રાવતના દીકરી અનુપમા રાવતે હરિદ્વાર ગ્રામીણ સીટ ઉપરથી 6000 મતથી ભાજપના યતીશ્વરાનંદને હરાવ્યા છે. દેવભૂમિ ઉત્તરાખંડના લોહાઘાટ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ખુશાલ સિંહ અધિકારીએ 6118 મતથી જીત મેળવી લીધી છે, જ્યારે દેહરાદૂનના ચકરાતા બેઠક પર મતગણતરી પૂરી થઈ ગઈ છે. અલબત્ત, પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. પ્રતાપનગર બેઠક પર કોંગ્રેસના નેતા વિક્રમ સિંહ નેગીએ જીત મેળવી છે, જોકે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ગોવામાં ભાજપ મમતાના સાથી MGP સાથે સરકાર બનાવશે: TMC તમામ બેઠકો હારી
દેશના સૌથી નાના રાજ્ય એવા ગોવાની સાંકેલિમ બેઠક પરથી ઈખ પ્રમોદ સાવંત સતત ત્રીજી વખત જીત્યા છે. રાજ્યમાં ફરીથી ભાજપની સરકાર બનવાનું નક્કી લાગી રહ્યું છે. પણજી બેઠક પરથી પૂર્વ ઈખ મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ ચૂંટણી હારી ગયા છે. તેમને ભાજપનાં અતાનાસિયો મોનસેરાટે 710 મતથી હરાવ્યા છે. પાર્ટીના નેતા આજે જ રાજ્યપાલ પીએસ શ્રીધરન પિલ્લઈને મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કરશે. ભાજપ 15 અને કોંગ્રેસ 9 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. ટીએમસી 2 બેઠક પર આગળ છે. જો કે ભાજપના 5, કોંગ્રેસનાં 3 અને અન્યનાં 2 ઉમેદવારે જીત મેળવી છે. જ્યારે MGP+, APP અને અન્ય 2-2 બેઠક પર આગળ છે. પણજી બેઠક પર ભાજપનાં અતાનાસિયો મોનસેરાટે ઉર્ફે બાબુશે પુર્વ સીએમ મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલને 710 મતથી હરાવ્યા છે.
- Advertisement -
ગોવા ચૂંટણી પરિણામ અપડેટ્સ
1.ડેપ્યુટી સીએમ ચન્દ્રકાન્ત કવલેકર ક્વેપમ બેઠક પરથી 1422 મતથી પાછળ ચાલી રહ્યા છે.
2. કૈલેંગુટથી કોંગ્રેસના માઈકલ લોબો અને ડબોલિમથી ભાજપના મોવિન એચ ગોડિન્હો જીત્યા.
3.બિચોલિમથી અપક્ષ ઉમેદવાર ડોક્ટર ચન્દ્રકાન્ત શેટ્ટી ચૂંટણી જીતી ગયા છે.
4.તિવિમથી ભાજપના નિલકંઠ રામનાથ 2018 મતથી જીત્યા છે. તેમણે કોંગ્રેસના લોત્લિકરને હરાવ્યા છે.
5.ભાજપનાં અતાનાસિયો મોનસેરાટે ઉર્ફે બાબુશે પુર્વ સીએમ મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલને 710 મતથી હરાવ્યા છે.
6.કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગંબર કામત મારગાંવ બેઠક પરથી 5,849 મતોથી આગળ ચાલી રહ્યા છે.
7. ઝખઈ અને MGP ગઠબંધન 4 બેઠક પર કાંટાની ટક્કર આપી રહ્યું છે. વર્તમાન રુઝાનોંમાં તેમને 10 બેઠકો મળવાની ધારણા છે.
8.પોંડાથી BJP ના રવિ નાઈક પાછળ ચાલી રહ્યા છે.
9. ગોવા ફોરવર્ડ પાર્ટીના વડા વિજય સરદેસાઈ ફાટોરડા બેઠક પરથી 1500થી વધુ મતોથી આગળ છે.
10. કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગંબર કામત મારગાંવ સીટથી આગળ છે.
11. રાજધાની પણજીમાં ભાજપના અતાનાસિયો મોન્સેરાટે અપક્ષ ઉમેદવાર અને પૂર્વ CM મનોહર પર્રિકરના પુત્ર 12.ઉત્પલથી લગભગ 400 મતોથી આગળ છે. પ્રથમ રાઉન્ડના મતગણતરી બાદ મોન્સેરાટેને 1167 અને ઉત્પલને 764 વોટ મળ્યા હતા.
13.વિશ્ર્વજીત રાણે વાલપોઈથી 1300 મતોથી આગળ છે અને તેમની પત્ની દેવિયા વિશ્વજીત રાણે પોરિયમ બેઠક પરથી 2600 મતોથી આગળ છે.