રાજ્યપાલનો કાર્યકાળ પૂરો થવામાં હવે માત્ર 4 દિવસ બાકી, આનંદીબેન પટેલ ફરી આ જવાબદારી સંભાળશે કે અન્ય કોઈ રાજ્યપાલને રાજ્યનો હવાલો સોંપવામાં આવશે તે સૌથી મોટો સવાલ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ UPના રાજ્યપાલ આનંદીબેન પટેલને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનો કાર્યકાળ 29 જુલાઈ 2024 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. મહત્વનું છે કે, 29 જુલાઈ 2019ના રોજ આનંદીબેન પટેલે UPના રાજ્યપાલ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. રાજ્યપાલનો કાર્યકાળ પૂરો થવામાં હવે માત્ર 4 દિવસ બાકી છે. જોકે રાજ્યના આગામી રાજ્યપાલ કોણ હશે તે અંગે હજુ સુધી કોઈ સમાચાર નથી. આનંદીબેન પટેલ ફરી આ જવાબદારી સંભાળશે કે અન્ય કોઈ રાજ્યપાલને રાજ્યનો હવાલો સોંપવામાં આવશે તે પણ સવાલ છે.
- Advertisement -
આનંદીબેન પટેલની રાજકીય સફર
આનંદીબેન પટેલ આ પહેલા છત્તીસગઢ અને મધ્યપ્રદેશના રાજ્યપાલ રહી ચૂક્યા છે. આનંદીબેન પટેલે વર્ષ 1987માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીમાં તેમણે રાજ્ય મહિલા મોરચાના પ્રમુખ, ભાજપના રાજ્ય એકમના ઉપાધ્યક્ષ, ભાજપની રાષ્ટ્રીય કાર્યકારી પરિષદના સભ્ય જેવા મહત્વના હોદ્દા સંભાળ્યા હતા. આ સાથે આનંદીબેન પટેલ 22 મે 2014 થી 7 ઓગસ્ટ 2016 સુધી ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી પણ હતા.
નોંધનિય છે કે, હજુ સુધી ઉત્તર પ્રદેશમાં એવા કોઈ રાજ્યપાલ નથી કે જેમનો કાર્યકાળ બીજી વખત રહ્યો હોય. જો આનંદીબેન પટેલને ફરીથી UPની જવાબદારી મળશે તો તે આવું કરનાર પ્રથમ રાજ્યપાલ હશે. 2 મે 1949થી રાજ્યમાં કુલ 24 રાજ્યપાલ છે. 29મી જુલાઈના રોજ રાજ્યપાલનો કાર્યકાળ પૂરો થયા બાદ પણ નવી નિમણૂક અથવા કોઈને ચાર્જ ન અપાય ત્યાં સુધી આ પદની જવાબદારી આનંદીબેન પટેલ પાસે રહેશે. આનંદીબેન પટેલ યુપીના પ્રથમ મહિલા રાજ્યપાલ પણ છે. જ્યારે યુપી એક સંયુક્ત પ્રાંત હતો અને ઉત્તર પ્રદેશ નહીં ત્યારે સરોજિની નાયડુ 15 ઓગસ્ટ 1947 થી 2 માર્ચ 1949 સુધી રાજ્યના રાજ્યપાલ હતા.
- Advertisement -
અહીં જુઓ અત્યાર સુધીના રાજ્યપાલોની યાદી અને તેમનો કાર્યકાળ:-
એચપી મોદી (2-5-1949 થી 25-1-1952)