વિદેશી પ્રવાસીઓને ‘કુછ દિન તો ગુજારો ગુજરાત મેં’ ગમ્યું: અમદાવાદ સૌથી ફેવરિટ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.3
- Advertisement -
ઈન્ડિયન સ્ટેટ રેન્કિંગ સર્વેમાં ગુજરાતે સૌ પ્રથમ વખત પહેલો રેન્ક હાંસલ કરી ગોવાને પાછળ ધકેલવામાં સફળતા મેળવી છે. વર્ષ 2019માં ગુજરાત સમગ્ર દેશમા સાતમા ક્રમે રહ્યું હતું. તમિલનાડુ, મહારાષ્ટ્ર અને ગોવા જેવાં રાજ્યો આંતરરાષ્ટ્રીય પર્યટકો ઉપર નિર્ભર છે, પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી આ રાજ્યોની આંતરાષ્ટ્રીય માગ ઘટી છે. બીજી તરફ ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પર્યટકોની સંખ્યામાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યાને ટ્રેક કરવા રાજ્ય સરકારના પર્યટન વિભાગે આતિથ્યમ પોર્ટલ વિકસાવ્યું છે જેમાં રાજ્યના મુખ્ય 110થી વધુ પ્રવાસન સ્થળો પર રિયલ ટાઈમ ફૂટફોલની માહિતી એકત્ર કરવામાં આવે છે.
ગુજરાત ટૂરિઝમ વિભાગની માહિતી મુજબ વર્ષ 2019-20માં વિદેશી પ્રવાસીઓની સંખ્યા 5.95 લાખ હતી જે 2022-23માં વધીને 17.90 લાખ પર પહોંચી હતી. જેમાં સૌથી વધુ કેનેડા અને યુએસએના પર્યટકોએ ગુજરાતનાં વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. ભારતના પ્રથમ ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી મલ્ટિનેશનલ કંપનીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી સ્ટેડિયમના કારણે પણ ફોરેન વિઝિટર્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. ટૂરિઝમ ઉદ્યોગ પરિવર્તનશીલ માપદંડ આધારિત છે. જેમાં ખાસ કરીને પર્યટકો મુખ્ય ત્રણ બાબતો જેવી કે, રાજ્યમાં સુરક્ષા અને સલામતી, હ્યુમન રિસોર્સિસ અને પોલિટિકલ સ્ટેબિલિટીને ધ્યાનમાં લેતા હોય છે.પ્રવાસન મંત્રાલયના રિપોર્ટ મુજબ વર્ષ 2019માં ગોવામાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા 9.39 લાખ અને ગુજરાતમાં 5.95 લાખ હતી. માત્ર ચાર વર્ષમાં ગુજરાતમાં 17 લાખ જ્યારે ગોવામાં માત્ર 1.74 લાખ વિદેશી પ્રવાસીઓએ મુલાકાત લીધી હોવાનું સામે આવ્યું છે. આમ ટોપ પર્ફોર્મન્સમાં ગુજરાતનું એક નોંધપાત્ર ઉદાહરણ ગણી શકાય. 2015 સુધી ગુજરાત ક્યારેય ટોપ 10માં પણ નહોતું. તેમણે ઉમેર્યું કે, છેલ્લા એક દાયકામાં રાજ્ય સરકારે સતત તેના પ્રવાસન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કર્યો છે. 2018ની સરખામણીએ ગુજરાતે પ્રવાસન પાછળ ત્રણ ગણો ખર્ચ કર્યો છે.
માત્ર ચાર વર્ષમાં ગુજરાતમાં 17 લાખ જ્યારે ગોવામાં માત્ર 1.74 લાખ વિદેશી પ્રવાસીઓએ મુલાકાત લીધી હોવાનું સામે આવ્યું છે. આમ ટોપ પર્ફોર્મન્સમાં ગુજરાતનું એક નોંધપાત્ર ઉદાહરણ ગણી શકાય.
- Advertisement -
પ્રવાસન મંત્રાલયના રિપોર્ટ મુજબ વર્ષ 2019માં ગોવામાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા 9.39 લાખ અને ગુજરાતમાં 5.95 લાખ હતી સાંસ્કૃતિક વારસો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ઈ-વિઝા, ગિફ્ટ સિટી જેવાં પરિબળોના કારણે ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓનું આગમન વધ્યું છે. ઈ-વિઝા આપવા માટે પીએમ નરેન્દ્ર મોદીની પહેલથી રાજ્યની પસંદગીનાં સ્થળ તરીકેની અપીલમાં નોંધપાત્ર વધારો થયો છે. 2020માં ગુજરાત ખાતે આવેલા 17 લાખ વિદેશી પ્રવાસીઓમાં અમદાવાદનો હિસ્સો લગભગ 4 લાખ છે. ગિફ્ટ સિટી વૈશ્વિક નાણાકીય અને ટેક્નોલોજી વ્યવસાયો માટે એક હબ તરીકે વિદેશી પ્રવાસીઓને ગુજરાત તરફ આકર્ષે છે.
2022-23માં 1.75 લાખ વિદેશી પ્રવાસીઓએ અંબાજી મંદિરનાં દર્શન કર્યા
2022-23માં દેશમાં સૌથી વધુ ગુજરાતમાં 17.90 લાખ જ્યારે ગોવામાં માત્ર 1.74 લાખ વિદેશી મહેમાનોએ મુલાકાત લીધી
ઈન્ટરનેશનલ ટૂરિસ્ટમાં ગુજરાત પ્રથમ જ્યારે ગોવા 12મા નંબરે
દેશ -ટકાવારી
કેનેડા -30%
યુએસએ- 26%
યુ.કે.- 22%
યુએઈ -10%
જર્મની -3%
અન્ય દેશો -9%
રાજ્ય ઈન્ટરનેશનલ
વિઝિટર્સની સંખ્યા રેન્ક
ગુજરાત -17.90 લાખ 1
મહારાષ્ટ્ર -15.12 લાખ 2
પશ્વિમ બંગાળ -10.37 લાખ 3
દિલ્હી –8.16 લાખ 4
ઉત્તર પ્રદેશ- 6.49 લાખ 5
તમિલનાડુ -4.07 લાખ 6
રાજસ્થાન -3.97 લાખ 7
કેરાલા -3.46 લાખ 8
પંજાબ -3.30 લાખ 9
મધ્યપ્રદેશ -2.05 લાખ 10
વર્ષ -ડોમેસ્ટિક વિઝિટર- ફોરેન વિઝિટર- કુલ વિઝિટર
2019-20- 6.03 કરોડ- 5.95 લાખ- 6.09 કરોડ
2022-23- 14.79 કરોડ- 19.58 લાખ- 14.99 કરોડ
સ્થળ- ડોમેસ્ટિક વિઝિટર -ફોરેન વિઝિટર -કુલ વિઝિટર
અમદાવાદ- 1.41 કરોડ- 4.76 લાખ -1.46 કરોડ
પાવાગઢ -98.54 લાખ- 54 હજાર -99.0 લાખ
સોમનાથ મંદિર -97.66 લાખ-1.17 લાખ -98.83 લાખ
અંબાજી મંદિર- 96.50 લાખ -1.75 લાખ- 98.25 લાખ
દ્વારકા મંદિર -71.30 લાખ -90 હજાર -72.20 લાખ



