PMJAYયોજનાના દસ્તાવેજો અને ડૉક્ટરની તપાસ કરાશે
PMJAY યોજનામાં ટેન્ડર કંપની બજાજ અલાયન્સ હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલા કાંડ બાદ મુખ્ય 3 ફરાર આરોપી પૈકી હોસ્પિટલના સ્થાપક તેમજ 39 ટકાના ભાગીદાર ડો. સંજય પટોળિયાની 24 દિવસ બાદ 4 ડિસેમ્બરે ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. આજે ડો. સંજય પટોળિયાને 10 દિવસના રિમાન્ડની માગ સાથે ક્રાઈમ બ્રાંચ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપી સંજય પટોળિયાના 12 તારીખ સાંજના 4 વાગ્યા સુધી એટલે કે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડમાં પ્રાથમિક પૂછપરછમાં ત્રણ વર્ષ દરમિયાન 8534 દર્દીની સારવારમાં 112 દર્દીનાં મોત સહિત અનેક ઘટસ્ફોટ સામે આવ્યા છે.
- Advertisement -
ક્રાઇમ બ્રાંચ IAS ભરત પટેલે જણાવ્યું હતું કે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ મામલે ક્રાઇમ બ્રાન્ચે કુલ 6 આરોપીની ધરપકડ કરી છે. ખ્યાતિ હોસ્પિટલમાં અત્યારસુધી એટલે કે ત્રણ વર્ષ દરમિયાન 8534 દર્દીએ સારવાર લીધી હતી, જેમાં 3842 દર્દીની સરકારી યોજના હેઠળ સારવાર કરવામાં આવી હતી. કુલ લીધેલી સારવાર પૈકી અત્યારસુધીમાં 112 દર્દીનાં મોત થયાં છે. 4 ડિસેમ્બરે હોસ્પિટલના ડિરેક્ટર સંજય પટોળિયાની ધરપકડ થઈ હતી, સાથે જ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોગ્ય વિભાગના ડોક્ટરોની પૂછપરછ કરી દસ્તાવેજો તપાસ્યા હતા. એટલું નહીં, સંજય પટોળિયાની ધરપકડ કર્યા બાદ હોસ્પિટલ નાણાકીય ખોટમાં હોવાનો ઓડિટ રિપોર્ટ તૈયાર કરાવ્યો હતો, જેમાં નાણાકીય ભંડોળમાં 1.50 કરોડની ખોટ બતાવાઇ હતી.
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આર્થિક નાણાંની હેરફેરને લઈને તપાસ કરવામાં આવી હતી. PMJAY યોજનામાં ટેન્ડર કંપની બજાજ અલાયન્સ હતી, જેની પણ તપાસ કરવામાં આવી રહી છે. સંજય પટોળિયાની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ રિમાન્ડ માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે કે ચાર ડિરેક્ટર પૈકી સંજય પટોળિયા મેડિકલ નિષ્ણાત હોવાને કારણે તેની સઘન તપાસ જરૂરી છે. રેલ વિભાગ અને ઘગૠઈ સહિત સરકારી અને અર્ધસરકારી સંસ્થાના કર્મચારીઓ પણ સારવાર માટે ખઘઞ થયા હતા.
12 નવેમ્બરના રોજ ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં બે લોકોનાં મોત બાદ ઙખઉંઅઢ યોજનાથી ચાલતું કૌભાંડ સામે આવ્યું હતું. આ કેસમાં કુલ આઠ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસની તપાસ કરતી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અત્યારસુધીમાં 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બે આરોપી હજુ પણ ભૂગર્ભમાં છે. ઝડપાયેલા આરોપીઓની તપાસ દરમિયાન આરોગ્ય વિભાગની પણ સંડોવણી હોવાની શક્યતા છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઙખઉંઅઢમાં તપાસ કરવામાં આવી રહી છે, જ્યાં એક ડોક્ટર દ્વારા રોજ 100 ફાઇલને મંજૂરી આપવામાં આવે છે. સોમવારના દિવસે સૌથી વધુ ઇમર્જન્સી નોંધાઈ છે તો એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે રવિવારે કેમ્પ યોજાતા હતા, ત્યાર બાદ સોમવારે હોસ્પિટલમાં ઇમર્જન્સી વધુ આવતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
PMJAYયોજનાની ટીમ પણ શંકાના દાયરામાં
ખ્યાતિ હોસ્પિટલે PMJAY યોજના હેઠળ 15 કરોડ રૂપિયા મેળવ્યા છે, જેથી ઙખઉંઅઢની તપાસ કરતાં સામે આવ્યું છે કે PMJAY યોજનામાં 10 જેટલા ડોક્ટરની ટીમ બેસે છે, જેમાંથી એક ડોક્ટરના કોમ્પ્યુટર પર દિવસની 100 ફાઈલ ક્લિયર કરવાની હોય છે. એક ફાઈલ ક્લિયર કરવા માટે વધુમાં વધુ પાંચ મિનિટનો જ સમય આપવામાં આવે છે. આ પાંચ મિનિટ દરમિયાન જે પણ સર્જરી હોય એનો રિપોર્ટ યોગ્ય રીતે તપાસવાનો હોય છે. પાંચ મિનિટ દરમિયાન જ ડોક્ટર દ્વારા ફાઇલને એપ્રૂવલ કે રિજેક્ટ ફરજિયાત આપવાનું હોય છે. પાંચ મિનિટ સુધીમાં ડોક્ટર એપ્રૂવલ ના આપે તો ફાઇલ ઓટોમેટિક રિજેક્ટ થઈ જાય છે.
- Advertisement -
ક્યા ડૉક્ટરે ખ્યાતિ હોસ્પિટલની ફાઇલને એપ્રૂવલ આપી એ દિશામાં તપાસ
પાંચ મિનિટના સમયગાળા દરમિયાન કામ કરતા સમયે કોઈ ડોક્ટર ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયેલો હોય છે કે કેમ એ બાબતે તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે કોઈપણ ડોક્ટરની આ કાંડમાં સંડોવણી હોય તો ડોક્ટરે કઈ રીતે કામ કર્યું હોય અને હોસ્પિટલને કઈ રીતે મદદ કરતો હોય એ બાબતની તપાસ ચાલી રહી છે. કયા કયા ડોક્ટરે ખ્યાતિ હોસ્પિટલની ફાઇલને એપ્રૂવલ આપ્યું હતું એ તપાસ ચાલી રહી છે.
PMJAY યોજનામાં સોમવારની ઇમર્જન્સી સૌથી વધારે આવતી
ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે રવિવારના દિવસે આવતા હતા, ત્યાર બાદ સોમવારના દિવસે સર્જરી કરવામાં આવતી હતી, જેથી ઙખઉંઅઢ યોજનામાં સોમવારની ઇમર્જન્સી સૌથી વધારે આવતી હતી. સોમવારના દિવસે ખ્યાતિ હોસ્પિટલની ફાઈલ સૌથી વધારે ક્લિયર થતી હતી કે કેમ? અને સોમવારના દિવસે કયા કયા ડોક્ટરનાં કોમ્પ્યુટરમાં ખ્યાતિ હોસ્પિટલની ફાઈલ ક્લિયર થવા માટે આવતી હતી એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.