ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના માથક ગામ પાસે બનતા નાલા પર અગાઉ પણ પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકોને મુશ્કેલીઓ પડી હતી અને વાહનચાલકોને 15થી 20 કિલોમીટરનો ધરમનો ધક્કો ખાવો પડે તેવો ઘાટ સર્જાયો હતો પરંતુ અગાઉના વરસાદમાંથી પણ તંત્રએ કોઈ સબક નહીં લેતા ફરી એકવાર વરસાદ થતા સ્થિતિ બદતર થઈ છે જેમાં માથક ગામ પાસે બનતા નાલામાં છેલ્લા ત્રણ દિવસમાં ચાર વાહનો ફસાઈ ગયા હતા અને આ રોડને કારણે વાહનચાલકો પરેશાની ભોગવી રહ્યાં છે ત્યારે આ રોડનું યોગ્ય સમારકામ કરવા સ્થાનિક લોકોએ માંગ કરી છે. હળવદના માથક ગામ પાસે રાતાભેર અને શિવપુર, ડુંગરપુરને જોડતું એક નાલુ બની રહ્યું છે જ્યાં અગાઉ પણ પાણી ભરાઈ જવાથી વાહનચાલકોને મુશ્કેલી નડી હતી ત્યારે ફરી એકવાર આ નાલુ બની ગયા બાદ નાલાની બંને બાજુ યોગ્ય પેચિંગ કરવાનું બાકી હોય જેથી વાહનો ફસાઈ જવાની ઘટના સામે આવી છે જેમાં ડુંગરપુરના મેહુલભાઇ જોગરાણાએ જણાવ્યું હતું કે, માથક પાસે વાહનો ફસાઈ જવાથી ડુંગરપુર જવા માટે માંડલ થઈને વધારે 25 કિમી ફરવા જવું પડે છે તો છેલ્લા ત્રણ દિવસમાં ચારેક વાહનો ફસાયા હોવાની ઘટના સામે આવી છે જેથી કરીને તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી છે.
માથક પાસેના બનતાં નાળા નજીક ત્રણ દિવસમાં અનેક વાહન ફસાયા
