ખાસ-ખબર સંવાદદાતા
ભારતમાં છેલ્લા કેટલાક દાયકાઓથી ઉષ્ણ કટિબંધિય ચક્રવાતોની સંખ્યા વધી છે પરંતુ દુનિયામાં એવા સાત દેશો છે જેમાં ભારત કરતા પણ ચક્રવાતોનો વધારે સામનો કરે છે. ચીનમાં લગભગ બારેય મહિના ટાયફૂન સીઝન ચાલું જ રહે છે. ં 2006માં આવેલા સૌમઇ નામના ખતરનાક વાવાઝોડાથી અબજો રુપિયાની સંપતિને નુકસાન થયું હતું.
સૌથી વાવાઝોડા કે ચક્રવાતનો સામનો કરતા દેશોમાં ચીન, જાપાન,ફિલિપાઇન્સ, યુએસએ અને મેકસિકોનો સમાવેશ થાય છે.આ ઉપરાંત તાઇવાન,ઓસ્ટ્ેલિયા, વિયેતનામ, કયુબા અને માડાગાસ્કર પણ ચક્રવાત પીડિત દેશો છે.
- Advertisement -
ચીન-સૌથી વધુ ચક્રવાત ભારતના આ પાડોશી દેશમાં આવે છે. ચીનમાં લગભગ બારેય મહિના ટાયફૂન સીઝન ચાલુ જ રહે છે. ચીન પાસેનો વિશાળ દરિયો ચક્રવાત પેદા કરતો રહે છે. ચીનમાં સૌમઇ નામનું તોફાન સૌથી ખતરનાક હતું. 2006માં આવેલા સૌમઇ અબજો રુપિયાની સંપતિને નુકસાન અને હજારો લોકોને ભરખી ગયું હતું.જુલાઇ મહિનામાં બિલિસ નામનું તોફાન 600 લોકોને ભરખી ગયું હતું. સરેરાશ 10 થી 12 જેટલા વાવાઝોડા આવે છે.
જાપાન-ખાસ આબોહવા અને ભૌગોલિક સ્થિતના લીધે ભૂૂકંપ અને આંધી જેવી પ્રાકૃતિક વિપતિઓ આવતી રહે છે ઉષ્ણકટિબંધિય ચક્રવાતના ઇતિહાસમાં વેરા નામનું ટાઇફૂન 1959માં જાપાનમાં ટકરાયું હતું જાપાનમાં વર્ષે નાના મોટા 15 થી 20 જેટલા ચક્રવાત આવે છે.
યુએસએ-2022માં અમેરિકાના 7 રાજયોમાં નાના મોટા 60 જેટલા વાવાઝોડા આવ્યા હતા. જેમાં 8 કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા હતા. વર્ષ 1900માં આવેલું ચક્રવાત સૌથી ખતરનાક હતું. ચક્રવાતોના ડેટા મુજબ સૌથી વધુ ફલોરિડા રાજય ભોગ બનેલું છે.
- Advertisement -
મેકિસકો-મેકિસકોની સરહદ નજીક પ્રશાંત મહાસાગર અને મેકિસકોની ખાડી (ઉત્તર એટલાન્ટિક મહાસાગર)માંથી ચક્રવાતો આવતા રહે છે. ગરમી દરમિયાન ઉત્તરી ગોળાર્ધમાં તાપમાન ખૂબજ ઉંચું રહે ત્યારે ચક્રવાત કે ટોર્નેડો આવવાની શકયતા વધી જાય છે. ઇસ 1959માં આવેલું ચક્રવાત કુદરતી આફતોમાં સૌથી ગંભીર પ્રકારનું હતું.યુએસ અને અમેરિકાને 50 ટકા જેટલા ચક્રવાતની શકયતા મેકિસકોની ખાડીમાંથી રહે છે.
ફિલિપાઇન્સ-આ ટાપુ દેશ સદીઓથી વાવાઝોડાનો માર ખમતો આવ્યો છે. વાવઝોડાના દેશ તરીકેની ઓળખ ધરાવે છે. ઉષ્ણકટિબંધિય ચક્રવાતોમાં 2013માં આવેલા ટાયફૂન હૈયાનને દક્ષિણ પૂર્વ એશિયાના કેટલાક ભાગોમાં બારે વિનાશ વેર્યો હતો. હૈયાનથી ફિલિપાઇન્સમાં 6300 લોકોના મોત થયા હતા. 2019માં ઉસ્માન, 2020માં ગોની,2021માં ટાયફૂન રાય અને 2022માં નલગે નામના ચક્રવાતે ધ્યાન ખેંચ્યું હતું.
ઓસ્ટ્રેલિયા-દુનિયાના વિશાળ દેશ અને સૌથી નાના ખંડમાં નવેમ્બરથી એપ્રિલ મહિનામાં ચક્રવાત વધારે આવે છે. દક્ષિણ મધ્યભાગ અને કાંઠા વિસ્તાર સૌથી વધારે ભોગ બને છે. સૌથી શકિતશાળી ઉષ્ણ કટિબંધિય ચક્રવાત મોનિકા 2006માં 180 કિમી પ્રતિ કલાકની ઝડપે ત્રાટકયું હતું.
તાઇવાન-તાઇવાન દેશ શકિતશાળી આંધીઓ અને ચક્રવાતનો ભોગ બનતો આવ્યો છે. 1959માં સુપર ટાઇફૂન જોઆના તાઇવાન પર 185 કિમી પ્રતિ કલાકની ઝડપે ત્રાટકયું હતું. આ વાવાઝોડાનું છેવટનુે લેન્ડફોલ ચીનમાં થયું હતું. તાઇવાનમાં વર્ષ ભર ગમે ત્યારે ચક્રવાત આવતા રહે છે.