સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BTUની બેઠક મળી
કાયદાના કોર્સ શરૂ કરવા માટેના હક યુનિવર્સિટી પાસે ન હોવા છતા કઈંઈએ કરી હતી ભલામણ
- Advertisement -
DMLT, M.SC. (IT CA), ખઅ (અંગ્રેજી), M.A (બાયો કેમિસ્ટ્રી)ના કોર્સને મંજૂરી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગઈકાલે સવારે (ઇઞઝ) બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચીંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં યુનિવર્સિટી સંલગ્ન 15 કોલેજોએ અલગ અલગ અભ્યાસ ક્રમ શરૂ કરવા માટેની દરખાસ્ત મુકવામાં આવી છે. બીયુટીના એજન્ડામાં તબીબી, વિજ્ઞાન, કાયદા અને આર્ટસ વિદ્યાશાખાના કોર્સ શરૂ કરવા માટેની માંગણી હતી. સિન્ડિકેટ સભ્ય નિદત બારોટે જણાવ્યા મુજબ બીયુટીના એજન્ડામાં કુલ 14 કોલેજોનો સમાવેશ થાય છે. જેમાં કાયદા શાખાના કોર્સ શરૂ કરવા માટે 9 કોલેજોએ દરખાસ્ત મુકી હતી. જે બેઠકમાં સર્વાનુમતે નામંજૂર કરવામાં આવી છે. જ્યારે અન્ય પાંચ દરખાસ્ત મંજૂર કરી દેવામાં આવી છે. જ્યારે તબીબી શાખાની ડીએમએલટી, આર્ટસની એમ.એ. (અંગ્રેજી), વિજ્ઞાન શાખાની એમ.એસ.સી. (આઈ.ટી), બાયો કેમિસ્ટ્રી જેવા કોર્સ શરૂ કરવા માટે મંજૂરી મળી ગઈ છે.
ત્યારે સવાલ એ થાય કે, સ્થાનિક તપાસ સમિતિએ સૌરાષ્ટ્રની અલગ અલગ 9 કોલેજોમાં જઈને ઈન્સ્પેક્શન પણ કર્યું હતું અને ત્યાં કોર્સ શરૂ કરવા માટે ભલામણ પણ કરી હતી. તો આ મિટિંગમાં એવું તો શુ થયું કે, એક પણ કોર્સને મંજૂરી ન અપાઈ. મળતી માહિતી મુજબ કોઈ પણ કાયદાનો કોર્સ શરૂ કરવા માટે હવેથી બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા જ તેને મંજૂર કરી શકશે. હવેથી આ રાઈટ્સ યુનિવર્સિટી પાસે રહ્યા ન હોવાથી બીયુટીની બેઠકમાં કોઈપણ કાયદાના કોર્સને મંજૂરી આપવામાં નથી આવી.
- Advertisement -
બાર કાઉન્સિલના નિયમોએ ખેલ બગાડ્યો
કાયદાના નવા કોર્સ શરૂ કરવા માટેની કુલપતિની ખૂબ જ ઈચ્છા હતી. પરંતુ તે મનની મનમાં રહી ગઈ. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નિયમો નડી જતા બીયુટી બેઠકમાં એકપણ કોલેજની દરખાસ્ત મંજૂર થઈ શકી નહીં. એવું પણ હાલ ચર્ચાઈ રહ્યું છે કે, કાયદાના કોર્સ માટે જે તે કોલેજ સાથે વહીવટ પણ થઈ ચુક્યો હતો પરંતુ બાર કાઉન્સિલના નિયમોએ ખેલ બગાડ્યો