અગરિયાઓ દ્વારા સ્વખર્ચે 40 ફૂટ લાંબો પુલ બાંધવામાં આવશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
દેશમાં ઉત્પાદન થતું મીઠામાં 70 ટકા મીઠું કચ્છના નાના રણમાંથી ઉત્પાદન કરાય છે. ત્યારે આ મીઠું પકવતા અગરિયાઓ વર્ષના આઠ મહિના સુધી રણમાં જ રહીને કલી મજૂરી કરીને મીઠું પકવે છે પરંતુ આ મીઠું પકવતા અગરિયા પરિવારની હાલત જોતા જ દયનીય લાગે તેવી હોય છે તેવામાં દર વર્ષે મીઠું પકવવાની વ્યવસાય કરતા અગરિયાઓ ક્યારેય બે પાંદડે થતાં નથી અને એમાંય કચ્છના રણમાં મીઠી પકવવાની સીઝન શરૂ થાય કે તરત જનારન્ડાનું વધારાનું પાણી રણમાં ઘુસી જતા તૈયાર થયેલું મીઠું ભીંજાઈ જાય છે. જેના લીધે અગરિયાઓ દ્વારા કરેલી બે મહિનાની મહેનત પર પાણી ફળી વડે છે. દર વર્ષે આ પ્રકારે નર્મદાના પાણી અગરિયાઓના પાટા સુધી પહોંચી જાય છે અને મીઠાના પાટા પર પાણી ફરી વળતા મીઠું ઓગળી જાય છે જેથી અગરીયાઓની મહેનત પર નર્મદાનું પાણી ફરી વળ્યુ હોય તેમ કહી શકાય. જ્યારે આ મામલે દર વર્ષે ગાંધીનગરથી નર્મદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ તપાસ માટે આવે છે
- Advertisement -
અને નાટ્યાત્મક રૂપે તપાસ કરીને પરત ચાલ્યા જાય છે પરંતુ આજદિન સુધી નર્મદાનું પાણી કચ્છના રણમાં આવતું બંધ થયું નથી. જ્યારે આ વર્ષે પણ નર્મદાનું પાણી રણમાં ઘુસી જવાના લીધે અગરિયાઓને સર્વસ્વ પાણીમાં ગરકાવ થયો છે તેવામાં હવે અગરિયાઓને રણમાં લઇ ગયેલ પોતાની ઘર વખરી લાવવા લઈ જવા માટે 60 અગરિયાઓ દ્વારા 40 ફૂટની લંબાઈ ધરાવતો પુલ સ્વખર્ચે બનાવ્યો છે આ જેના પરથી તેઓ આવવા અને જવાનું જોખમ લે છે. આ તરફ સરકાર અને સરકારી તંત્ર અગરિયાઓને શિક્ષિત અને સમૃદ્ધ બનાવવા માટેની જાહેરાતો કરતી હિય છે ત્યારે ખરેખર બીજી તરફ અહી રણમાં નર્મદાના પાણી ફરી વળતા અગરિયાઓની હાલત અત્યંત દયનિય નજરે પડે છે.