ગાંધી કુટુંબના વધુ એક સભ્યની ચૂંટણીના રાજકારણમાં એન્ટ્રી
રાહુલ ગાંધીએ ખાલી કરેલી બેઠક પર હવે પ્રિયંકા ગાંધીનો મેઇડન ચૂંટણી મુકાબલો: ભાજપ તરફથી પણ નવા ચહેરા તરીકે નાવ્યા હરિદાસને ટીકીટ: ડાબેરી પક્ષ પણ ચૂંટણી લડશે
- Advertisement -
ઉમેદવારી પત્રકભર્યા બાદ પ્રિયંકા અને રાહુલ ગાંધીનો રોડ શો: તા.13 નવેમ્બરે મતદાન પૂર્વે કેરલની બેઠક પર હાઇ પ્રોફાઇલ પ્રચાર જોવા મળશે
આગામી માસમાં યોજાનારી વાયનાડ લોકસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસના મહામંત્રી અને નહેરુ ગાંધી કુુટુંબના વારસદાર પ્રિયંકા ગાંધીએ આજે ઉમેદવારી નોંધાવી હતી. 2024ની લોકસભા ચૂંટણીમાં હાલના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વાયનાડ ઉપરાંત રાયબરેલી લોકસભા બેઠક જીતી હતી.
તેથી તેઓએ એક બેઠક ખાલી કરવાના નિર્ણયમાં વાયનાડ બેઠક પરથી રાજીનામુ આપ્યું હતું જેની પેટા ચૂંટણી યોજાઇ રહી છે. તા.13 નવેમ્બરના તેમાં મતદાન છે અને તે માટે આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં પ્રિયંકા ગાંધીએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ સાથે નહેરુ ગાંધી કુટુંબના વધુ એક સભ્યએ ચૂંટણીના રાજકારણમાં જોડાઇ ગયા છે. અગાઉ રાહુલ ગાંધી લોકસભામાં ચૂંટાયા છે જ્યારે સોનિયા ગાંધીએ હવે રાજ્યસભામાં સભ્ય તરીકે રાજસ્થાનમાંથી ચૂંટાયા છે. પ્રિયંકા ગાંધીએ લોકસભામાં પ્રવેશવા માટે તૈયારી કરી છે. તેમનો મુકાબલો ભાજપના મહિલા ઉમેદવાર નવ્યા હરીદાસને મેદાનમાં ઉતાર્યા છે અને ભારતીય સામ્યવાદી પક્ષમાં ચૂંટણી લડવા જઇ રહ્યું છે.
- Advertisement -
આજે પ્રિયંકાના નામાંકન સમયે રાહુલ ગાંધી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા. બાદમાં પ્રિયંકા અને રાહુલ ગાંધીએ વાયનાડમાં રોડ શો કર્યો છે તેમના પ્રતિસ્પર્ધી નવ્યા હરિદાસ પણ પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે સામ્યવાદી પક્ષે સત્યન મોકરીને ઉમેદવાર બનાવ્યા છે.