ઓગસ્ટ મહિનામાં દેશવાસીઓએ ભર્યા આટલો GST: કેન્દ્રીય નાણાં મંત્રાલયે જાહેર કરી આંકડાકિય માહિતી
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શનના આંકડા સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા જેમાં છેલ્લા મહિનામાં સરકારની તિજોરીમાં વધુ વધારો થયો હોવાનું ખૂલ્યું
- Advertisement -
ચાલુ વર્ષ 2022ના ઓગસ્ટ મહિનામાં સરકારને GSTની સારી આવક થઈ છે. વાત જાણે એમ છે કે, ઓગસ્ટ મહિનામાં GST કલેક્શનમાં ગત વર્ષ કરતાં આ વર્ષે 28% નો વધારો નોંધાયો છે. જે માહિતી ખુદ સરકારના કેન્દ્રીય નાણાં મંત્રાલયે ટ્વિટ કરીને આપી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શનના આંકડા સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા મહિનામાં સરકારની તિજોરીમાં વધુ વધારો થયો છે. વર્ષ 2021માં આ જ મહિનાની સરખામણીમાં GST કલેક્શનમાં 28 ટકાનો વધારો થયો છે.
કેન્દ્રીય નાણાં મંત્રાલયે જાહેર કરેલ આંકડા મુજબ ઓગસ્ટ 2022માં જીએસટી કલેક્શન વધીને રૂ. 1.43 લાખ કરોડ થયું છે. છેલ્લા મહિનામાં એટલે કે જુલાઈ 2022માં પણ સરકારના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શનમાં વધારો થયો હતો. સતત છ મહિનાની માસિક GST આવક રૂ. 1.4 લાખ કરોડથી વધુ છે.
નોંધનીય છે કે, ઓગસ્ટમાં કુલ GST આવકમાંથી CGST કલેક્શન રૂ. 24,710 કરોડ હતું. SGST કલેક્શન રૂ. 30,951 કરોડ અને IGST કલેક્શન રૂ. 77,782 કરોડ (માલની આયાત પર એકત્ર કરાયેલ રૂ. 42,067 કરોડ સહિત) હતું. સેસ રૂ. 10,168 કરોડ હતો, જેમાં ઓગસ્ટમાં માલની આયાત પર એકત્રિત કરાયેલા રૂ. 1,018 કરોડનો સમાવેશ થાય છે.
- Advertisement -