દસ વર્ષની કારકિર્દીમાં સની લિયોની અમુક ફિલ્મોમાં હીરોઈન બનીને સામે આવી તો અમુક ફિલ્મોમાં માત્ર આઈટમ ડાન્સ કરતી દેખાઈ. પરંતુ રાગિની એમએમએસ 2ને છોડીને તેના ખાતામાં માત્ર ફ્લોપ ફિલ્મો નોંધાયેલી છે.
જોતજોતામાં સની લિયોનીને બોલીવુડમાં આવ્યાંને 10 વર્ષ પૂરા થયા છે. રિયાલિટી શો બિગ બૉસમાં તેને નિર્માતા મહેશ ભટ્ટે પોતાના બેનરની ફિલ્મ ઑફર કરી હતી અને 2012માં સની લિયોનીએ ફિલ્મ જિસ્મ 2થી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ સની લિયોનીની લોકપ્રિયતા એટલી ઝડપથી વધી કે મોટા સ્ટારની ફિલ્મોમાં તેના આઈટમ ડાન્સ રાખવામાં આવ્યાં. સની લિયોની પર એકતા કપૂરની ફિલ્મ રાગિની એમએમએસ 2માં ફિલ્મામવામાં આવેલુ બેબી ડૉલ ગીત આજે પણ ખૂબ વાગે છે. આ ફિલ્મના ગીત ચાર બોતલ વોડકાના વીડિયોમાં સની લિયોની અને સિંગર યો યો હની સિંહ એકસાથે દેખાયા હતા.
- Advertisement -
અને સની લિયોની શરમાઈ ગઇ
વર્ષ 2014માં આવેલી રાગિની એમએમએસ 2ના મીડિયા પ્રમોશન દરમ્યાન સની લિયોની અને સિંગર રેપર યો યો હની સિંહ એકસાથે સ્ટેજ પર હતા. તે વખતે હની સિંહની લોકપ્રિયતા ખૂબ હતી. મુંબઈમાં યોજાયેલી આ પ્રમોશન ઈવેન્ટમાં સની લિયોની અને સિંગર યો યો હની સિંહને સાથે જોઈને સેંકડો લોકોએ ખૂબ સિટી વગાડી હતી. ત્યારબાદ મીડિયા અને સેલિબ્રિટીઓ વચ્ચે વાતચીત શરૂ થઇ. વાતવાતમાં જ વિવાદોના બાદશાહ યો યો હની સિંહે સની લિયોની તરફ જોઇને એવી વાત કહી દીધી કે તેનો ચહેરો લાલ થઇ ગયો અને સની શરમાઈ ગઇ.
- Advertisement -
મેં સનીની બધી ફિલ્મો જોઈ છે: હની સિંહ
થયુ એવુ કે સની લિયોનીના વખાણ કરતા હની સિંહે કહી દીધુ કે હું સનીનો મોટો પ્રશંસક છુ અને મેં તેની અત્યાર સુધીની બધી ફિલ્મો જોઇ છે. આ સાંભળતા જ ત્યાં ઘોંઘાટ થવા લાગ્યો. કારણકે ત્યારે તો સનીએ બોલીવુડમાં ગણતરીની માત્ર બે ફિલ્મો કરી હતી. જિસ્મ 2 અને જેકપૉટ.