સ્ટાફ સેવા સેતુ કાર્યક્રમમાં હોવાના લીધે મુખ્ય કચેરીમાં અરજીનો અસ્વીકાર
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.18
- Advertisement -
સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ થકી સ્થાનિક લોકોના ઘર આંગણે તમામ પ્રકારની સુવિધા મળી રહે તે માટે સમયાંતરે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરે છે. પરંતુ સેવા સેતુ કાર્યક્રમ વચ્ચે અરજદારોને મુખ્ય કચેરીના કામ ટલ્લે ચડી છે. જેના ઉદાહરણ તરીકે સુરેન્દ્રનગર જિલ્લાના જુદા જુદા તાલુકામાં ગઈ કાલે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું પરંતુ જિલ્લા સહિત તાલુકાની મુખ્ય કચેરી એટલે કે સેવા સદન ખાતે અરજદારોને સામાન્ય અરજી આપવા માટે પણ ધરમના ધક્કા ખાવા પડે તેવી સ્થિતિ ઉદભવ થઈ હતી.
સેવા સેતુ કાર્યક્રમમાં મુખ્ય કચેરીનો સ્ટાફ રોકાયેલ હોય જેના સામે મુખ્ય કચેરીમાં સામાન્ય કામકાજ માટે આવતા અરજદારોને કલાકો સુધી બેસવું પડ્યું હતું અને અંતે કામ થયા વગર જ પરત ફરવું પડ્યું હતું જ્યારે મુખ્ય કચેરીમાં હાજર કર્મચારીઓ દ્વારા તમામ સ્ટાફ સેવા સેતુ કાર્યક્રમમાં હોવાનું રટણ કરી અરજદારોને ધક્કા ખવડાવ્યા હતા. ત્યારે સ્થાનિક પ્રજાની સહુલિયત માટે સેવા સેતુ કાર્યક્રમ અન્ય ગ્રામ્ય વિસ્તારોના રહીશો માટે માથાના દુ:ખાવા સમાન સાબિત થતાં રોષ ભભૂક્યો હતો.