નીતિ આયોગના તાજેતરના રિપોર્ટમાં મહત્વનો ખુલાસો
25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યાના વડાપ્રધાન મોદીના દાવાને રિપોર્ટમાં સમર્થન
- Advertisement -
ગરીબીમાંથી બહાર નીકળવામાં યુપી અને બિહાર સૌથી આગળ
ગરીબી દૂર કરવામાં મોદી સરકારની યોજનાઓ કમાલ કરી ગઇ: વડાપ્રધાને ટ્વીટ કરી ખુશી વ્યકત કરી
ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લા 9 વર્ષમાં ભારતમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ ખુલાસો જાતિ આયોગના તાજા રિપોર્ટમાં થયો છે. યુપી અને બિહારની આ મામલે મોટી સિદ્ધિ છે.
નીતિ આયોગના ઉચ્ચ અધિકારીઓએ સોમવારે નવો રિસર્ચ રિપોર્ટ જાહેર કર્યો હતો. રિસર્ચમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, આવાસ, માતૃ સ્વાસ્થ્ય અને બેન્ક ખાતા સહિત 12 માપદંડોના આધારે બહુ આયામી ગરીબીનું આકલન કરવામાં આવ્યું છે. આ કસોટીઓના આધારે નકકી ગરીબોની વસ્તી 2022-23માં 11.3 ટકા સુધી ઓછી થવાનું અનુમાન છે, જે 2019-21માં 15 ટકા અને 2013-14માં 29.2 ટકા હતી.
મોદીએ ટવીટમાં લખ્યું- ખૂબજ ઉત્સાહજનક સમાવેશી વિકાસને આગળ વધારવા અને અમારી અર્થવ્યવસ્થામાં પરિવર્તનકારી ફેરફારો પર ધ્યાન આપવાની અમારી જવાબદારી દર્શાવે છે. અમે ચોતરફ વિકાસની દિશામાં કામ કરતા રહીશું અને દરેક ભારતીય માટે સમૃદ્ધ ભવિષ્ય નિશ્ચિત કરશું.
બહુઆયામી ગરીબીમાંથી કરોડો લોકો મુક્ત થયાં: નીતિઆયોગના સભ્ય રમેશચંદ્ર અને વરિષ્ઠ કલાકાર યોગેશ સુરીએ તૈયાર કરેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે નાણાકીય વર્ષ 2024-25 સુધીમાં ભારતમાં ગરીબ વસ્તીની ટકાવારી સીંગલ આંકડામાં આવી જશે. ભારત 2030 સુધીમાં બધા આયામોમાં ગરીબીને અડધી કરવાના લક્ષ્યથી ઘણું આગળ છે.
ગરીબી ઘટાડવામાં મોદી સરકારની યોજનાઓ પોષણ અભિયાન, એનિમિયાયુક્ત ભારત અને પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન જેવી પહેલોએ મદદ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 2013-14થી 2022-23ના સમયગાળા દરમિયાન બહુઆયામી ગરીબીમાં ઘટાડામાં દરમાં ઝડપ આવી છે. આ સંભવ થયું છે.
કારણ કે ખાસ પ્રકારના વંચિત પાસાઓમાં સુધારો લાવવા માટે સરકારે અનેક પહેલો કરી છે અને અનેક પ્રકારની યોજનાઓ લાગુ કરી છે. ઉતરપ્રદેશ અને બિહારે કરી કમાલ: કુલ સંખ્યાના આધારે આ નિષ્કર્ષ નીકળ્યો છે કે ઉતરપ્રદેશે 5.9 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢયા છે. ત્યારબાદ બિહારનો નંબર આવે છે
જયાં 3.8 કરોડ લોકો ગરીબીના શ્રાપથી મુક્ત થયા છે. એ પણ રિપોર્ટમાં બહાર આવ્યું છે કે જે રાજયોમાં ગરીબીની ઘટના વધુ છે તેમણે છેલ્લી કેટલાક વર્ષોમાં ગરીબીના પ્રમાણમાં વધુ ઘટાડો જોયો છે.
આ એ જાણવા મળે છે કે વિભિન્ન રાજયોમાં બહુ આયામી ગરીબી અસમાનતા છેલ્લા કેટલાક વર્ષોમાં ઓછી થઈ છે.
જો કે રિપોર્ટમાં ચેતવણી અપાઈ છે કે ગરીબીમાં ઘટાડાની ઝડપ ભારે વધે છે જયારે સ્તર વધુ હોય છે અને આગળનો ઘટાડો બહારના કારકો સાથે પણ જોડાયેલો હોઈ શકે છે. આ સિવાય પેપરમાં રજૂ કરવામાં આવેલ અનુમાન રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ પર આધારીત છે, જેના માટે ડેટા મહામારી કોરોના પહેલા એકત્ર કરાયા હતા અને તાજેતરનું અનુમાન મહામારીની અસરનું ચોકકસ આંકલન નથી કરી શકતા.