શહેરના કુલ 10 વોર્ડમાંથી 31 મિલકતો સીલ, 12 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ ફટકારાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરની સૂચના અનુસાર વેરા વસૂલાત દ્વારા વર્ષ 2024-25ની રિકવરી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરના કુલ 10 વોર્ડમાંથી 31 મિલકતો સીલ, 12 મિલકતોને ટાંચ જપ્તીની નોટીસ અને 3 નળ કનેકશન કપાત કરતાં રૂા. 29.12 લાખની રીકવરી કરવામાં આવી હતી.
જેમાં વોર્ડ નં-1 150 ફૂટ રિંગ રોડ નાણાવટી ચોક જસલ કોમર્શિયલ કોમ્પ્લેક્સ ફર્સ્ટ ફ્લોર શોપ નં -155ની સામે સીલ, 150 ફૂટ રિંગ રોડ નાણાવટી ચોક જસલ કોમર્શિયલ કોમ્પ્લેક્સ ફર્સ્ટ ફ્લોર શોપ નં -156ની સામે સીલ, 150 ફિટ રિંગ રોડ નાણાવટી ચોક જસલ કોમર્શિયલ કોમ્પ્લેક્સ ફર્સ્ટ ફ્લોર શોપ નં -157ની સામે સીલ, 150 ફિટ રિંગ રોડ નાણાવટી ચોક જસલ કોમર્શિયલ કોમ્પ્લેક્સ ફર્સ્ટ ફ્લોર શોપ નં-158ની સામે સીલની કાર્યવાહી કરતાં પીડીસી ચેક આપવામાં આવ્યો હતો. વોર્ડ નં-2માં રેસકોર્સ રોડ ગેલેક્સી સિનેમા સામે આર.એમ.સી શોપિંગ સેન્ટરમાં 1-યુનિટની સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 1,70,000, રેસકોર્સ રોડ ગેલેક્સી સિનેમા સામે આર.એમ.સી શોપિંગ સેન્ટરમાં 1-યુનિટની સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 1,768,400, રેસકોર્સ રોડ ગેલેક્સી સિનેમા સામે આર.એમ.સી શોપિંગ સેન્ટરમાં 1-યુનિટની સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 2,07 ,840/- વોર્ડ નં-3માં લોહાણાપરા મેઇન રોડ પર આવેલ રાધિકા સ્ટીલ એન્ડ પ્લાસ્ટિક હાઉસની સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 5,00,000, મોચી બજાર કોર્ટ સામે આવેલ ગોકુળ કોમ્પ્લેક્ષ સેક્ધડ ફ્લોર શોપ નં -10 સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 54,930/- પરાબજાર મેઇન રોડ પર 1-યુનીટના રૂ.14,70,230/-ના બાકી માંગણા સામે સીલ મારેલ. પરાબજાર મેઇન રોડ પર 1-યુનીટના રૂા. 11,71,130/-ના બાકી માંગણા સામે સીલ, ગાયકવાડી જીગ્નેશ શેરી નં-5માં આવેલ 1-યુનિટની સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 1,65,416/- મોચીબજારમાં સિદ્ધિ વિનાયક કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટ ફ્લોર પર શોપ નં-202ને સીલ કરવામાં આવી હતી.
- Advertisement -
વોર્ડ નં. 4માં પારેવડી ચોક સિટી સ્ટેશન રોડ પર સદગુરુનગર લાતી પ્લોટ શેરી નં-2માં ટોટલ 8-યુનિટ સામે નોટીસની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 5,14,160/- વોર્ડ નં-5માં કુવાડવા મેઇન રોડ રણછોડનગર શેરી નં -13માં આવેલ 1- યુનિટની નોટીસ સામે સીલ રિકવરી કરતાં પીડીસી ચેક તેમજ રામદૂત કોમ્પ્લેક્ષ ફર્સ્ટ ફ્લોર શોપ નં -107ના રૂા. 67,366/- ના બાકી માંગણા સામે સીલ કરવામાં આવી હતી તથા રણછોડવાડી ગુરુદેવ શોપિંગ સેન્ટર-2 ફર્સ્ટ ફ્લોર શોપ નં -10ની સામે નોટિસની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 59,000/- પેડક રોડ રણછોડનગર સોસાયટીમાં 1-યુનિટના નળ-કનેક્શન કપાત સામે પીડીસી ચેક, કુવાડવા મેઇન રોડ રણછોડનગર શેરી નં-10માં આવેલ રામદૂત કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-6 સામે સીલ રિકવરી કરતાં પીડીસી ચેક તથા 1-યુનીટના નળ-કનેક્શન કપાત સામે રિકવરી કરતા પીડીસી ચેક આપેલ, પેડક રોડ રઘુવીર પાર્કમાં પટેલ પાન પાછળ 1-યુનિટના નળ કનેક્શન કપાત સામે રિકવરી પીડીસી ચેક. વોર્ડ નં-7માં ઢેબર રોડ પર એસ.ટી બસ સ્ટેન્ડમાં ફર્સ્ટ ફ્લોર શોપ નં-12ના રૂા.49,911/-ના બાકી માંગણા સામે સીલ, ઢેબર રોડ પર એસ.ટી બસ સ્ટેન્ડમાં ફર્સ્ટ ફ્લોર શોપ નં-13ના રૂ.50,381/- શોપ નં-14ના 50,438/-, શોપ નં -2 ના 64,949/- અને થર્ડ ફ્લોર શોપ નં-17ની સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 1,08,861, પંચનાથ પ્લોટ મેઇન રોડ પર આવેલ બિઝનેસ પ્લેનેટ ફોર્થ ફ્લોર ઓફિસ નં-401ના રૂા. 2,57,120ના બાકી માંગણા સામે સીલ મારવામાં આવી હતી તથા ડો. રાધાકૃષ્ણા રોડ પર આવેલા 1-યુનિટના રૂા. 1,58,613/-ના બાકી માંગણા સામે સીલ, પંચનાથ પ્લોટમાં બિઝનેઝ પ્લેનેટમાં ફોર્થ ફ્લોર પર ઓફીસ નં-401 સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 2.60 લાખ, વોર્ડ નં-10 નિર્મલા સ્કૂલ સામે આવેલા આવિષ્કાર એપાર્મેન્ટ શોપ નં-7 ના 53,478/-ના બાકી માંગણા સામે સીલ, કાલાવડ રોડ પર આવેલ ક્રિસ્ટલ મોલમાં ફર્સ્ટ ફ્લોર શોપ નં -101ની નોટીસ સામે સીલ રિકવરી કરતાં પીડીસી ચેક, રૈયા રોડ દરજીની વાડીની નજીક આવેલ ઠક્કર સ્વીટ એન્ડ નમકીનની સામે સીલની કાર્યવાહી કરતાં પીડીસી ચેક, કાલાવડ રોડ પર આવેલા 24 કેરટ એપાર્મેન્ટ વિંગડી ફર્સ્ટ ફ્લોર 104ની સામે સીલની કાર્યવાહી કરતાં પીડીસી ચેક આપવામાં આવ્યો હતો તથા વોર્ડ નં-13માં ગોંડલ રોડ સામે મારૂતિ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં 1-યુનિટની નોટિસ સામે રિકવરી રૂ.53,812/- વોર્ડ નં-14માં ભૂતખાના ચોક પાસે વી. વી. કોમ્પ્લેક્ષમાં 1-યુનિટની નોટીસ સામે રિકવરી કરતા પીડીસી ચેક, ભૂતખાના ચોક પાસે વી.વી.કોમ્પ્લેક્ષમાં રાજુ કલર લેબ ની 1-યુનિટની નોટીસ સામે રિકવરી કરતા પીડીસી ચેક અને વોર્ડ નં-15માં ઉમાઈસ કો.દૂધ સાગર રોડ પર 1-યુનિટને સીલ, વોર્ડ નં-18માં સુમંગલ પાર્ક મેઇન રોડ શેરી નં-1માં આવેલ જય દસારામ સેનટિંગની સામે સીલની કાર્યવાહી કરતાં પીડીસી ચેક, અહમદાબાદ હાઇ-વે કોઠારીયા નજીક કૃષ્ણનગર સોસાયટીમાં 1-યુનિટ સામે સીલની કાર્યવાહી કરતાં પીડીસી ચેક આપવામાં આવ્યો હતો તેમજ આજ રોજ બપોરે 1-00 કલાક સુધીમાં 31-મિલ્કતોને સીલ કરેલ તથા 12- મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા 3-નળ કનેક્શન કપાત કરતા રીકવરી રૂા. 29.12 લાખ રીકવરી કરેલ છે. આમ 1-4-2024થી આજ દિન સુધીની રિકવરી રૂા. 321.80 કરોડની રિકવરી કરવામાં આવી હતી.
આ કામગીરી નાયબ કમિશનર સી. કે. નંદાણી તથા આસી.કમિ. સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડ્યા, ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરો દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલી છે.