સુરત, તાપી, વલસાડ વગેરે જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે.. તો દાહોદમાં પ્રથમ વરસાદમાં જ તંત્રની પોલ ખુલી ગઇ હતી
ચોમાસુ મુંબઇ સુધી પહોંચી ચૂક્યુ છે.. પરંતુ તેની અસર દક્ષિણ ગુજરાતમાં દેખાવા મળી ગઇ છે.. સુરત, તાપી, વલસાડ વગેરે જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે.. તો દાહોદમાં પ્રથમ વરસાદમાં જ તંત્રની પોલ ખુલી ગઇ હતી
- Advertisement -
24 કલાકમાં કયાં કેટલો વરસાદ ?
છેલ્લા 24 કલાકમાં તાપીના ડોલવણમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. તાપીના વાલોદ તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. તિલકવાડા, નેત્રંગ અને વ્યારામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. વલસાડના કપરાડામાં 2 અને ધરમપુરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. નાંદોદ, ખેરગામ અને જાંબુઘોડામાં 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો. અમરેલીના બાબરા તાલુકામાં ૩ ઈંચ જ્યારે લાઠીમાં પોણા 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. ક્વાંટ, વાંસદા અને ઉમરપાડામાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો હતો.
સુરતના માંડવી અને માંગરોળ પંથકમાં પણ વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો. પંથકના વાંકલ, લવેટ અને પાનેશ્વર વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો હતો… વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જેને લઈને લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી…. કાપણી કરાયેલો અને તૈયાર પાક હજી ખેતરમાં જ હોવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી.
- Advertisement -
દાહોદમાં જલવિહાર સોસાયટીમાં પાણી ભરાતા સોસોયટીમાં આવેલ ડ્રેનેજ ઉભરાઈ હતી… પ્રથમ વરસાદી ઝાપટામાંજ દાહોદ નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી ગઈ હતી… નગરપાલિકાએ પ્રિમોન્સુન કામગીરી માત્ર કાગળ પર કરી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.