RCBના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ T-20 ફોર્મેટમાં પોતાના બેટથી 12 હજાર રન પૂરા કરીને ઈતિહાસ રચ્યો છે. એકંદરે તે આવું કરનાર છઠ્ઠા ક્રિકેટર જ્યારે તે ભારતમાંથી પહેલા બેટ્સમેન છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLની 17મી સીઝન શરૂ થતાની સાથે જ RCBના કેપ્ટન વિરાટ કોહલીએ એક સિદ્ધિ હાંસલ કરી હતી જે દરેક માટે માઈલસ્ટોન સાબિત થશે. RCBના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ T-20 ફોર્મેટમાં પોતાના બેટથી 12 હજાર રન પૂરા કરીને ઈતિહાસ રચ્યો છે.
- Advertisement -
First Indian to reach the 12000 T20 runs milestone 🫡#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #CSKvRCB #ViratKohli pic.twitter.com/Dh5rCn6nzl
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 22, 2024
- Advertisement -
એકંદરે તે આવું કરનાર છઠ્ઠા ક્રિકેટર છે જ્યારે તે ભારતમાંથી એકમાત્ર એવા બેટ્સમેન છે જેમને આ કમાલ કર્યો છે. કોહલીએ તેની 360મી T20 ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી અને આ સાથે તે અહીં સુધી પહોંચનારો બીજો સૌથી ઝડપી બેટ્સમેન બની ગયો. આ યાદીમાં માત્ર ક્રિસ ગેલ જ તેનાથી આગળ છે. ગેઈલે માત્ર 343 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. કોહલી પછી ડેવિડ વોર્નર આ યાદીમાં આગળ આવે છે. તેણે 368 ઇનિંગ્સમાં 12 હજાર રન પૂરા કર્યા હતા.
કોહલીએ T20માં કુલ આઠ સદી ફટકારી છે. જેમાંથી સાત આઈપીએલમાં આવી છે. આ લીગમાં કોહલીથી વધુ કોઈએ સદી ફટકારી નથી. કોહલીએ 2007માં દિલ્હી તરફથી T20માં ડેબ્યૂ કર્યું હતું અને આ મેચમાં 35 રન બનાવ્યા હતા. T20Iમાં 4000 થી વધુ રન બનાવનાર કોહલી એકમાત્ર પુરૂષ ક્રિકેટર છે. આ ઉપરાંત, તેણે T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ 1141 રન બનાવ્યા છે. કોહલીએ IPLમાં 7000થી વધુ રન બનાવ્યા છે. આવું કરનાર તે એકમાત્ર બેટ્સમેન છે.
The first 🇮🇳 batter to score 12,000 T20 runs 🐐👑
Another milestone for Virat Kohli 🌟 #CSKvRCB #IPL2024 pic.twitter.com/3dGlJXb9Nz
— ESPNcricinfo (@ESPNcricinfo) March 22, 2024
હવે જો ભારતીય બેટ્સમેનોની વાત કરીએ તો કોહલી બાદ રોહિત શર્માનો નંબર આવે છે. રોહિતે 11,156 T20 રન બનાવ્યા છે. રોહિત IPLમાં ચોથા નંબર પર છે. જ્યારે T20Iમાં તે વિરાટ પછી બીજા ક્રમે આવે છે. જાણીતું છે કે આ આઈપીએલની સિઝનમાં રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સીમાંથી હટાવી દેવામાં આવ્યો છે અને તેની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન પસંદ કરવામાં આવ્યો હતો.
IPL 2024 ની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યુ હતું. આ મેચમાં સીએસકે માટે બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને IPLમાં કેપ્ટન તરીકે રૂતુરાજ ગાયકવાડની આ પ્રથમ મેચ હતી અને તેણે પોતાની પ્રથમ મેચમાં જ જીત મેળવી છે.
આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા RCBએ 173 રન બનાવ્યા હતા. જેમાં વિરાટ કોહલીએ 20 બોલમાં 21 રન બનાવીને આઉટ થયા હતા.