દેશમાં હાલ ચોમાસું પુરજોરમાં છે. જેના કારણે ઘણી જગ્યાએ પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને તેમાં અત્યાર સુધીમાં લગભગ 218 લોકોના મોત પણ થયા છે.
મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં પમ ભારે વરસાદના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થયું છે. આ રાજ્યોમાં પુર અને વરસાદના કારણે અત્યાર સુધીમાં 218 લોકોના મોત થઈ ચુક્યા છે. મહારાષ્ટ્રમાં એકલા પુરના કારણે 84 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રના 6 જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. નાગપુરથી લઈને નાસિક સુધી હાહાકાર મચેલો છે.
- Advertisement -
મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત
મહારાષ્ટ્રમાં પુર અને ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 84 લોકોના મોત થઈ ચુક્યા છે. ગઢચિરૌલી અને અકોલામાં પુરના કારણે કહેર છે. કેટલાય વિસ્તારો જળમગ્ન થયા છે. ચારેતરફ પાણી દેખાઈ રહ્યું છે. અહીં એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે, તથા રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.અકોલામાં નદીઓ ગાંડીતૂર બની છે. મહારાષ્ટ્રના 6 જિલ્લામાં રેડ એલર્ટ છે. હવામાન વિભાગે પાલઘર, નાસિક, રાયગ઼ડ, પુણે, સતારા અને કોલ્હાપુરમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. પુરગ્રસ્ત વિસ્તાર પર સીએમ એકનાથ શિંદેની નજર છે.
- Advertisement -
છત્તીસગઢમાં આટલા જિલ્લામાં રેડ એલર્ટ
છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં પણ ભારે વરસાદની સ્થિતિ છે. છત્તીસગઢના 2 જિલ્લામાં રેડ એલર્ટ છે. છત્તીસગઢમાં આકાશી આફતથી આગળ બાળકો ભયભીત છે. સુકમામાં ભારે વરસાદથી ગામડામાં પાણી ભરાઈ ગયા છે. રસ્તા તૂટી ગયા છે. ત્યારે આવા સમયે પાણીમાંથી બાળકોને બહાર કાઢવા માટે વાસણોમાં બેસાડીને લઈ જઈ રહ્યા છે. તો વળી બસ્તરમાં ભારે વરસાદના કારણે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.
#WATCH | Odisha: Tribal students in the Ganjam district's Behrampur are forced to cross the river with the help of a rope to reach their school (12.07) pic.twitter.com/dxeH1NLXrX
— ANI (@ANI) July 13, 2022
મધ્ય પ્રદેશમાં 14 જિલ્લામાં એલર્ટ
મધ્ય પ્રદેશમાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્ય પ્રદેશમાં પુરના કારણે અત્યાર સુધીમાં 66 લોકોના મોત થઈ ચુક્યા છે. એમપીના સાગરમાં ભારે વરસાદના કારણે રેલ્વે લાઈનની ચારેતરફ પાણી ભરાયેલું છે. રેલ્વે ક્રોસિંગને પાર કરવા માટે બનાવેલો પુલ પાણીમાં તૂટી ગયો છે. કેટલીય જગ્યાએ વિજળી પડવાના કારણે 3 બાળકોના પણ મોત થયા હોવાનું કહેવાય છે.
ગુજરાતમાં વરસાદનો કહેર
ગુજરાતના કેટલાય જિલ્લામાં ભારે વરસાદે કહેર મચાવ્યો છે. રાજ્યમાં વરસાદની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં 60થી વધારે લોકોના મોત થયા છે. NDRF ની 13 ટીમો અલગ અલગ જગ્યાએ તૈનાત કરી દેવામા આવી છે. તો વળી નર્મદા નદીમાં પુરના કારણે પ્રશાસન સતર્ક થયું છે. ભરુચ અને નર્મદા જિલ્લામાં કેટલાય વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે.
#WATCH | Gujarat: Several parts of Navsari inundate increasingly amid a heavy downpour in the state#GujaratFloods pic.twitter.com/zfX6sSgghh
— ANI (@ANI) July 13, 2022
ઉત્તરાખંડમાં નદીઓ ગાંડીતૂર બની
ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે લોકો મુશ્કેલીઓમાં આવ્યા છે. કોટદ્વારમા એક મકાન પાણીમાં તણાઈ ગયું છે. કેટલાય જિલ્લામાં હાલત કપરી છે. કોટદ્વારમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની છે. મંગળવારે કોટદ્વારમાં બે કલાક સુધી મૂશળધાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે પુરની સ્થિતિ થતાં કેટલાય ઘરો પાણીમાં ડૂબાઈ ગયા છે.
#WATCH | Chhattisgarh: Ponga Bheji in Sukma district flooded as raging rivers and nullahs overflow due to heavy rainfall. A man and woman risk lives as they cross one such raging river by placing a child in a large utensil. pic.twitter.com/pkZ4AowZNP
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 12, 2022
કર્ણાટકમાં એલર્ટ
દક્ષિણ ભારતમાં પણ આ મેઘકહેર છે. કર્ણાટકના 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બેલગાવીમાં બે નદીઓ ગાંડીતૂર બની છે. ભારે વરસાદના કારણે બેલગાવી જળમગ્ન થયું છે. ચારેતરફ પાણી નજરે પડી રહ્યું છે. અને વરસાદના કારણે ઘટપ્રભા નદી ગાંડીતૂર બની છે. મુખ્યમંત્રીએ પુરગ્રસ્ત વિસ્તારની સમીક્ષા કરી છે. તથા લોકો સુધી મદદ અને રાહત પહોંચાડવામા આવી રહી છે.