ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં જાહેર શાંતિ અને સલામતીની જાળવણી માટે કાર્યરત પોલીસ દ્વારા કુબલીયાપરા વોકળા વિસ્તારમાં ગેર કાયદેસર પ્રવૃતિઓ અટકાવવા અંગે રાજકોટ પોલીસ દ્વારા પ્રોહિબિશનની વિશેષ ડ્રાઇવ યોજવામાં આવી હતી.
- Advertisement -
આ ડ્રાઇવમાં સ્થળ પર તપાસ હાથ ધરાતા પ્રતિબંધિત વસ્તુઓનો જથ્થો મળી આવ્યો હતો. આ ખાસ પ્રોહિબિશનની ડ્રાઇવ દરમિયાન 320 ડબ્બા એટલે કે લગભગ 4800 લીટર દારૂ ગાળવાનો વોશનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ જવાબદારો સામે પ્રોહીબિશનના કુલ પાંચ ગુના દાખલ કરવામાં આવેલ હતા. આ ડ્રાઈવમાં પી.આઈ. ભાર્ગવસિંહ ઝણકાટ, પી.એસ.આઇ. આર.આર. સોલંકી તથા થોરાળા પોલીસ સ્ટેશનના અન્ય સ્ટાફ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.