આ સ્થળને ટુરિસ્ટોએ જોવા આવવું હોય તો તેમણે પણ નિવસ્ત્ર થઇને જ ગામમાં પગ મુકવો પડે છે
ખાસ-ખબર સંવાદદાતા
સદીઓથી વસ્ત્રોએ જે તે દેશ અને સમુદાયના કલ્ચરની આગવી ઓળખ છે પરંતુ બ્રિટનમાં સ્પીલપ્લાટ્ઝ નામના ગામમાં રહેતા પુરુષો અને મહિલાઓ 85 વર્ષથી કપડા પહેર્યા વિના જ રહેે છે. કુતુહલવશ આ સ્થળને ટુરિસ્ટોએ જોવા આવવું હોય તો તેમણે પણ નિવસ્ત્ર થઇને જ ગામમાં પગ મુકવો પડે છે.નિવસ્ત્ર રહેતા લોકોનું આ ગામ હર્ટફોર્ડશાયર અને બિકેટવુડની નજીક આવેલું છે. જો કે એવું પણ નથી કે આ ગામના લોકો ગરીબ હોવાથી કપડા ખરીદી શકતા નથી.
- Advertisement -
આ ગામમાં પબ, હોટલ, મોટલ,સ્વીમિંગ પૂલ એમ બધા જ પ્રકારની સુવિધાઓ છે. લોકો સુખ સગવડવાળી ફર્સ્ટકલાસ મોર્ડન લાઇફ જીવે છે. ઉનાળામાં 24 જેટલા હાઉસ મુલાકાતીઓને ભાડે આપવા માટે તૈયાર કર્યા છે. મોટા ભાગના લોકો બે બેડના બંગલામાં રહે છે. વિશાળ કલબ હાઉસ પણ આકર્ષક છે. આ ગામને ઇસ 1929માં ઇસુલ્ટ રિચર્ડસનના પિતા ચાર્લિ મેકાસ્કીએ શોધ્યું હતું.
તેમણે એ સમયે અહી 12 એકર જમીન 500 પાઉન્ડમાં ખરીદી તે પહેલા આ ગામ વિશે કોઇ કશું જ જાણતું ન હતું.ગામના લોકોને પણ કપડા નહી પહેરવાની પરંપરા કેવી રીતે શરુ થઇ તે જાણતા નથી. ઘણા એવી પણ દલીલ કરે છે કે કુદરતની નજીક રહીને કુદરતી જીવન જીવવા માટે જ કપડાનો ત્યાગ કર્યો છે. આજે પરીસ્થિતિ એવી છે કે આ ગામમાં મહિલા કે પુરુષોએ કપડા ધોવા પડતા નથી.
તેમજ મોંઘાદાટ કપડાના શોખ પાછળ ખર્ચ પણ કરવો પડતો નથી. પહેલા આ ગામના લોકો પ્રચાર અને પ્રસારથી દૂર રહેતા હતા.મીડિયાના ફોટોગ્રાફર કે રિપોટર્સને ભાગ્યેજ પ્રવેશ આપતા હતા પરંતુ તેમની આ પ્રવૃતિમાં બીજા લોકોને પણ જોડવા હોવાથી તેઓ એક ટીવી શોમાં પણ આવવા લાગ્યા હતા. ગામના વડિલોને આવા વિશિષ્ટ પ્રકારના ગામમાં રહેવાનું ગૌરવ છે.
- Advertisement -
માત્ર કપડાને બાદ કરતા વિશ્ર્વના કોઇ પણ ખૂણામાં વસતા માણસો જેટલી નોર્મલ અને સરળ લાઇફ જીવે છે. જો કે કુદરતી લાઇટની સ્કીન એલર્જી ધરાવતા બે થી ત્રણ લોકોને શરીર પર કપડા ઢાકવાની છુટ આપવામાં આવી છે.ગામ લોકોના જણાવ્યા અનુસાર આ કુદરતી વિલેજ સ્પીલપ્લાટ્ઝનો અર્થ પ્લે ગ્રાઉન્ડ થાય છે.