સાત વર્ષ પૂર્વે સીન સપાટા નાખવા ફોટો પડાવ્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
આજના યુવાધન સીન સપાટા નાખવાની કુટેવને લઈને ક્યારેક અજાણતા જ ગુન્હો આચરી બેસતા હોય છે. તેવામાં પરવાના વગર હથિયાર સાથે ફોટા પડાવવા અને બાદમાં સોશિયલ મીડિયામાં અપલોડ કરવા પણ એક પ્રકારનો ગુન્હો છે તેવામાં થાનગઢ ખાતે જોગ આશ્રમ નજીક રહેતા સાગર મહેશભાઈ ચાઉં સાતેક વર્ષ અગાઉ મૂળી તાલુકાનાં સડલા ગામે રહેતા પોતાના દાદાને ત્યાં ગયા હોય જેઓની પાસે આત્મ રક્ષણ અંગે હથિયાર હોય જેઓ નોકરી પર ગયા હોય અને પાછળથી સાગર ચાઉં દ્વારા દાદાના હથિયારને લઇ ફોટા પડાવી બાદમાં ફેસબુક પર અપલોડ કરતા પોલીસે શખ્સને ઝડપી લઇ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરાઇ છે.