નાયબ કલેકટર દ્વારા 5.40 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.31
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા બેરોકટોક ગેરકાયદે ખનન પર હવે તંત્રની રોક લાગી હોય તેવા પ્રકારનું દ્ર્શ્ય નજરે પડી રહ્યું છે જેમાં ચોટીલા પંથકમાં અનઅધિકૃત રીતે ચાલતી ખનીજ વહનની ગતિવિધિ સામે નાયબ કલેકટર એચ.ટી.મકવાણા તેમજ ચોટીલા મામલતદાર પી.બી.જોશીની સયુંકત ટીમ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. 29 જાન્યુઆરીના રોજ જુદાજુદા સ્થળે ચેકિંગ કરી રૂ. 5.40 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ચોટીલાના જુદા જુદા સ્થળો જેમાં રાજકોટ હાઈવે પર જાની વડલા બોર્ડ, થાનગઢ રોડ, સાંગાણી પુલ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આકસ્મિક રીતે ખાનગી રાહે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન રોયલ્ટી પાસ વગરના તેમજ ઓવર લોડેડ અનઅધિકૃત રીતે ખનીજનું વહન કરતા કુલ 16 ટ્રક જે પૈકી 1 – બિનવારસી ઝડપી પાડયા હતા. જેની મુદ્દામાલની કુલ રકમ કુલ 5,40,37,000/-અંકે રૂપિયા જે તમામ ટ્રકનું વે-બ્રીજ ખાતે વજન કરી, તમામ ટ્રકને સીઝ કરી ચોટીલા મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા.
ગુજરાત પ્રિવેન્શન ઓફ ઈલલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ રૂલ્સ,2017 અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘણા ટ્રકના ડ્રાઈવર નાશી છુટતાં ભાગી ગયેલ હોય તેવી ટ્રકો બિનવારસી ગણીને સીઝ કરવામાં આવી હતી તેમજ ઘણી ટ્રકોના ડ્રાઈવર રસ્તા તેમજ રોડ વચ્ચે ટ્રકો ખાલી કરીને નાસી છૂટ્યા હતા.
- Advertisement -
ચેકીંગ ટીમ દ્વારા જપ્ત કરવામાં આવેલા વાહનોમાં સાદી રેતી ભરેલા અંદાજિત રકમ રૂ. 45,20,000/- અને રૂ. 30,23,000/-, સાદી રેતી ભરેલા અંદાજિત રૂ. 2,95,59,000/- કીમતનાં 09 ટ્રક, કાર્બોસેલ ભરેલા 2 ટ્રેલર અંદાજિત રૂ. 91,00,000/-, સાદી રેતી ભરેલા 2 ટોરસ અંદાજિત રૂ. 55,28,000/-, 1 ટ્રક સાદી રેતી અંદાજિત રૂ.23,07,000/- સહીત કુલ રૂ. 5.40 કરોડ થી વધુનાં મુદ્દામાલ જપ્ત કરતા ખનિજ માફિયાઓના ફફડાટ ફેલાયો છે.