ખાડા પર ભાજપનો ધ્વજ લગાવી વિરોધ નોંધાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
સુરેન્દ્રનગર જિલ્લામાં ખાડાના લીધે રાજ્યના અન્ય જીલ્લાઓ કરતા વધુ ચર્ચામાં રહે છે તેવામાં વરસાદના લીધે કેટલાક માર્ગ ધોવાઈ જતા હવે માર્ગ કરતા ખાડા વધુ નજરે પડે છે જિલ્લાના દરેક માર્ગોને ગૌરવવંતુ નામ આપવામાં આવ્યું છે પરંતુ આ ગૌરવવંતા નામની આબરૂૂના લીરા ઉડાવતા ખાડા અન્ય કોઈ અધિકારી અને રાજકીય નેતાઓને નજરે પડતાં ન હોય પરંતુ સામાન્ય જનતાને કમરતોડ ખાડા રહિત માર્ગો પરથી નીકળવું મુશ્ર્કેલ બને છે જેને લઇને સુરેન્દ્રનગર ખાતે સ્થાનિકો દ્વારા ખાડારાજથી કંટાળીને ભાજપના વિકાસ રહિત માર્ગો પર બીનાસમાં મળેલા ખાડાઓની વિરોધ કરતા ભાજપના ધ્વજને ખાડા પર લગાવી સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થાનિકો દ્વારા આ પૂર્વે અનેક વખત તંત્રને માર્ગો પર રહેલા ખાડા બાબતે રજૂઆત કરાઈ છતાં કોઈ ઉકેલ નહીં આવતા હવે ભાજપના રાજમાં ખાડાઓથી ત્રસ્ત જનતાએ ભાજપના ધ્વજ સાથે અનોખો વિરોધ પ્રદર્શન કર્યું છે.