ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેરમાં લોકોના ઘરોના ફળીયામાં પડેલા ગેસના બાટલા ચોરી થવાના બનાવો બની રહ્યા છે.જેમાં એક વિડીયો સોશીયલ મિડીયામાં ફરતો થયો હતોફ જેમાં બે શખસો બાટલો ચોરી કરી ગયા હતા. સુરેન્દ્રનગર શહેરમાં દિવસે દિવસે ચોરીના બનાવો વધતા જાય છે. જેમાં પોલીસને ચોર પડકાર ફેંકતા હોય તેમ 2-3 દિવસમાં જોરાવરનગર વિસ્તારમાં 3 ઘરોમાં ચોરી થયાની ફરિયાદ થઇ હતી. જેની હજુ શ્ર્યાહી સુકાઇ નથી ત્યાં વધુ એક ચોરીનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. જેમાં સુરેન્દ્રનગર શહેરમાં ગેસના બાટલા ચોરતી ગેંગ સક્રિય થઈ હોવાનું બહાર આવી રહ્યું છે.
જેમાં સુરેન્દ્રનગરમાં 80 ફૂટ રોડ, દાડમ વિસ્તાર, અને વડનગર વિસ્તારમાં ગેસના બાટલા ચોરી થયા હતા. આ ગેંગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં આશરે 40 જેટલા ગેસના બાટલાની છેલ્લા 2 દિવસમાં ચોરી થયાની બુમરાડો ઊઠી છે. આ સોશિયલ મીડિયામાં ફરતા થયેલા વીડિયોમાં ગેસના બાટલા ઘરમાં પડ્યા હોય ત્યારે રાત્રિના દરમિયાન અજાણ્યા શખ્સો આવી ચોરી કરી લઈ જતા સીસીટીવીમાં થયા કેદ થયા હતા.ત્યારે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને ગેસના બાટલા ચોરી કર્યા અંગેની જાણવાજોગ ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરમાં ઘરોમાં મૂકેલા ગેસના બાટલા ચોરતી ગેંગ સક્રિય થઇ



