ફટાકડાંથી થતો કચરો વાળી લોકોને આપ્યો સંદેશ, અન્ય કિસ્સામાં 7000નો દંડ
ખાસ-ખબર સંવાદદાતા
સુરત મનપાની દંડનીય કાર્યવાહીથી લોકો જાગૃત થયા છે. જેમાં વરઘોડામાં જાનૈયાઓએ ફટાકડા ફોડ્યા બાદ સફાઈ કરી છે. ફટાકડાથી થતો કચરો વાળી લોકોને સંદેશ આપ્યો છે. તેમાં દંડ કરવામાં આવતા આખરે લોકો જાગૃત થયા છે. જેમાં કતારગામમાં સ્વચ્છતા કરતા લોકો નજરે આવ્યા છે.
સુરતને સ્વચ્છતામાં નંબર 1 જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં સુરત મેયરે જાનૈયાઓની કામગીરીને વખાણી છે. તેમજ મેયરે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી કામગીરી વખાણતા વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં શહેરના જખઈના એક્શનનો રિએક્શન લોકોમાં આવ્યો છે. જેમાં વરઘોડામાં જાનૈયાઓએ અદભુત કામગીરી કરી છે. વરરાજાએ જાનૈયાઓને ઝાડુ પકડાવી ફટાકડાનો કચરો સાફ કરાવ્યો છે. જાનૈયાઓની આ કામગીરીને સુરત મેયરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.
અગાઉ સુરતના પાલ આરટીઓ વિસ્તારમાં એક વરઘોડો નીકળ્યો હતો અને તેમાં જાનૈયાઓ દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા હતા. ફટાકડા ફોડવામાં આવતા રસ્તા પર કાગળનો કચરો ફેલાયો હતો. જે વાત પાલિકાના કર્મચારીઓને ધ્યાને આવી હતી. પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળ પર પહોંચી અને દંડાત્મક કાર્યવાહી કરી હતી. જેમને ત્યાં લગ્ન પ્રસંગ હતો તેમને રૂપિયા 7,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.