ઉનાળો એટલે ભાતભાતના અથાણાઓ બનાવવા આરોગવા અને ભોજનને વિવિધ રસોથી ચટાકેદાર બનાવવાની મોસમ
ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ, તા.28
- Advertisement -
સોમનાથ પ્રભાસ પાટણ ની શાક માર્કેટમાં ગરમળ આગમન થઈ ચૂક્યું છે. ધીમે ધીમે ગુંદા, અથાણાં ની મોટી કેરી, કેરડા આવતા થશે અને ચૈત્ર વૈશાખ માસમાં તો અથાણાં બનાવી શકાય તેવી વસ્તુઓથી શાક માર્કેટ ધમધમી ઉઠશે. ગરમળ નું વાવેતર દિવાળીના અરસામાં થાય છે અને તેનો પાક ચૈત્ર મહિના માં આવે છે.
ગરમળનો આકાર ઓક્ટોપસ જેવો હોય છે અને ગરમળ કંદમૂળ છે જે જમીનના નીચેના ભાગમાં ઉગે છે. ગરમળનો રંગ માટીના રંગ જેવો હોય છે. બહાર દાંડલી સાથેના પાન હોઈ છે. ગરમળ પાકતા તેને બહાર કાઢી માર્કેટિંગ યાર્ડ ખાતે વેચાણમાં મોકલાઈ છે. જ્યાંથી રાજકોટ, સુરત, અમદાવાદ, ગોંડલ અને અન્ય જિલ્લાઓમાં ખરીદારો લેઇ છે. ગરમળને છોલી તેના નાના નાના કટકાઓ કરી મિંઠું લીંબુ પાણીમાં તરબોળ રાખી વર્ષ ભર નું અથાણું ઘરોમાં રખાઈ છે. ગરમળનો સ્વાદ તુરો અને થોડો ખારો હોઈ છે પરંતુ ઉનાળાના કેરીના મીઠા રસની સામે આ સ્વાદ સમતલ રહે છે અને આરોગ્યની દ્રષ્ટિએ તેમાં અનેક ગુણો સમાવિષ્ટ છે. ગરમળનાં ડાળખાં ને મીઠું હળદરની સાથે લીંબુમાં ભરાવી ભોજન ની સાથે અથાણાં માં ઉપયોગમાં લેવાય છે. ગરમળ એ સોમનાથ પંથક નો વિશિષ્ટ પાક છે. જેની સ્વાદ શોખીનો પણ રાહ જોતા હોય છે તો કેટલાક લોકો પોતાના સગા વહાલા માટે ગરમળ ને બહાર પણ મોકલતા હોય છે.