બસમાં લેપટોપ રાખવાના વિવાદ બાદ એસટી વિભાગે પરિપત્ર જાહેર કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતની એસટી બસમાં મુસાફરીના નિયમો વિશે જાણી લેજો. જેમાં એસટી બસ નિગમે પરિપત્ર જાહેર કર્યો છે. તેમાં બસમાં બેસનાર પેસેન્જરે પોતાના માલ સમાન માટે અલગથી ભાડું આપવું પડશે. તેમાં પેસેન્જરોએ 25 કિલોથી વધુનો સામાન હોય તો વધુ ભાડું ચૂકવવું પડશે.
મોડાસામાં થયેલા એસટી વિભાગમાં લેપટોપના વિવાદ બાદ એસટી વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં અગાઉ પણ નિયમ હોવાના કારણે એસટી વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. તેમાં પેસેન્જર બાજુની સીટમાં સામાન મૂકે છે તો પેસેન્જર જેટલું જ ભાડું ચૂકવવું પડશે. પેસેન્જરો અને એસટી કર્મચારીઓના માલ સામાન મુદ્દે વિવાદો વધતા એસટી વિભાગ હરકતમાં આવ્યું છે. પેસેન્જરોને એસટી વિભાગે નિયમો વિશે જાગૃત થવા અપીલ કરી છે. એરપોર્ટની જેમ એસટી વિભાગમાં પણ વધુ પડતા સામાનનું ભાડું આપવું પડશે.
એસટી નિગમ દ્વારા લોકલ બસનું પ્રતિ કિ.મી ભાડુ 64 પૈસાથી 80 પૈસા કરાયું છે અને એક્સપ્રેસ બસમાં 68 પૈસાથી વધારીને 80 પૈસા કરવામાં આવ્યું છે. જ્યારે એસી અને નોન એસી સ્લીપર બસનું ભાડુ 62 પૈસાના બદલે 77 પૈસા પ્રતિ કિ.મી કરવામાં આવ્યું છે.



