શ્રીલંકન પ્રદર્શનકારીઓએ દેશની સરકારી ચેનલ પર કબજો કરી લેતા તાત્કાલિક ધોરણે તેનું પ્રસારણ બંધ કરી દેવાયું છે
શ્રીલંકામાં સંસદ અને પીએમ હાઉસના કબજા બાદ પ્રદર્શનકારીઓનું નવું ટાર્ગેટ સરકારી ટીવી ચેનલ બની હતી. પ્રદર્શનકારીઓએ દેશની સરકારી ચેનલ રુપવાહિની કોર્પોરેશનને કબજામાં લઈ લીધી હતી અને તેની ઓફિસમાં ઘુસીને તોડફોડ મચાવી હતી. આને કારણે સરકારને તાત્કાલિક ચેનલનું પ્રસારણ બંધ કરવાની ફરજ પડી હતી. કેટલાક પ્રદર્શનકારીઓ એન્કર બનીને બેસી ગયા હતા અને દેશને સંબોધિત કરવા લાગ્યા હતા પરંતુ એટલી વારમાં તેનું પ્રસારણ બંધ કરી દેવાયું હતું.
- Advertisement -
રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે દેશ છોડીને માલદીવ ભાગ્યા
શ્રીલંકામાં આર્થિક-રાજકીય સંકટ વધુ ઘેરું બની રહ્યું છે. રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે દેશ છોડીને માલદીવ ફરાર થયા છે જેને કારણે જનતા રોષે ભરાઈ ગઈ છે. ગોટબાયાએ હજુ સુધી રાજીનામું પણ આપ્યું નથી, જેના કારણે રોષે ભરાયેલી જનતાએ આજે સંસદ ભવન અને પીએમ હાઉસને ઘેરી લીધું છે. અત્યારે શ્રીલંકામાં ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે.
સરકારી ટીવી ચેનલ પર કબજો કર્યો પ્રદર્શનકારીઓએ
સંસદ અને પીએમ આવાસ પરના હુમલા બાદ પ્રદર્શનકારીઓે દેશની રાષ્ટ્રીય ચેનલ પર કબજો જમાવી દીધો હતો. પ્રદર્શનકારીઓ સરકારી ન્યૂઝ ચેનલમાં પણ ઘૂસી ગયા છે. એટલું જ નહીં, એક પ્રદર્શનકારી ત્યાં ન્યૂઝ એન્કર બનીને બેસી ગયો અને બોલવા લાગ્યો. તાત્કાલિક ધોરણે ચેનલનું પ્રસારણ બંધ કરાયું. પ્રદર્શનકારીઓના કબજા બાદ દેશની સરકારી ચેનલે તાત્કાલિક ધોરણે પ્રસારણ બંધ કરી દીધું છે.
- Advertisement -
Sri Lanka's national TV network goes off air as protests intensify
Read @ANI Story | https://t.co/W3vwBsEiVf#SriLanka #SriLankaProtests #SrilankaEmergency #SriLankaCrisis #SriLankanNationalTV pic.twitter.com/uuxm7mGcrQ
— ANI Digital (@ani_digital) July 13, 2022
કોલંબોમાં પીએમ હાઉસમાં ઘુસ્યા લોકો
કોલંબોમાં શ્રીલંકાના પ્રધાનમંત્રી આવાસમાં ઘૂસી રહેલા લોકોને રોકવા માટે દિવાલ તોડીને પ્રદર્શનકારીઓને હટાવવા માટે સેનાના જવાનોએ ટિયર ગેસના ગોળા છોડ્યા હતા. આપને જણાવી દઈએ કે, શ્રીલંકાના ઈતિહાસમાં પહેલી વાર રાષ્ટ્રપતિનું પદ સમયથી પહેલા ખાલી થઈ રહ્યું છે. આ અગાઉ 1 મે 1993ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ આર. પ્રેમદાસાની હત્યાના કારણે આ પદ ખાલી થયું હતું.
કોલંબોમાં કડક સુરક્ષા વ્યવસ્થા
બીજી બાજૂ શ્રીલંકામાં આજે સુરક્ષાદળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે સંઘર્ષ થવાના અણસાર મળતા સુરક્ષા વધારી દેવામાં આવી છે. જેથી લોકોને પ્રદર્શન કરતા રોકી શકાય.
Sri Lanka's national TV channel Rupavahini Corporation goes off-air as it suspends its telecasts amid its premises being surrounded by protesters in Colombo, reports Sri Lankan media#SriLankaCrisis
— ANI (@ANI) July 13, 2022
શ્રીલંકામાં કટોકટી જાહેર
ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગ્યા બાદ શ્રીલંકાની જનતા ભડકી ઉઠી છે. પ્રદર્શનકારીઓએ સંસદ અને પીએમ હાઉસ પર હુરિયો બોલાવ્યો હતો. તેમના પર લાઠીચાર્જ પણ થઈ રહ્યો છે. આ તમામની વચ્ચે પીએમ રાનિલ વિક્રમસિંઘે શ્રીલંકામાં કટોકટી જાહેર કરી છે. આદેશ આપવામાં આવ્યો છે કે, હુમલો કરી રહેલા લોકોની ધરપકડ કરવામાં આવે અને તેમના વાહનો પણ જપ્ત કરવામાં આવે.