વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સોરઠ પંથકમાં વહેલી સવારથી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધુમ્મ્સ છવાતા વિઝીબલીટી ઓછી થતા વાહન ચાલકોઓએ મુશ્કેલી અનુભવી હતી તેની સાથે વરસાદ જેવો માહોલ છવાતા ખેડૂતોમાં ચિંતા વધી હતી અને પવનની ગતિ સાથે ઠંડી વધી હતી છેલ્લા બે ત્રણ દિવસથી મિશ્ર ઋતુનો અનુભવ જોવા મળી રહ્યો છે.બપોરે ગરમી અને વેહલી સવારે ઠંડીના એહસાસ સાથે આરોગ્ય ક્ષેત્રમાં પણ તાવ, શરદી, ઉધરસ સહીતના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.