આંબાના બગીચા પર જીવતા વીજળી વાયરથી ખેડૂતોને કેરી લણવામાં મુશ્કેલી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
- Advertisement -
ગીર સોમનાથ: રાજકોટમાં અગ્નિકુંડ થયો છે જેમાં ઘોર બેદરકારી સામે આવી છે અને રાજ્ય ભરમાં ગેમ ઝોન બંધ કરાવાયા છે અને ફાયર સેફ્ટીના ચેકીંગ હાથ ધરાયા છે તો બીજી તરફ વીજ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે.જેમાં તાલાલાના રાતીધાર ગામે રહેતા મહેન્દ્રભાઈના ખેતરમાં અંબાના બગીચા ઉપરથી 11 કેવી વીજ લાઈન પસાર થઇ રહી છે જેના લીધે ખેડૂત સતત ભય હેઠળ જીવી રહ્યા છે બીજી તરફ આંબા પર કેરી ઉતારતા સમયે સતત જીવનું જોખમ જોવા મળી રહ્યું છે.
જયારે આંબાના બગીચા પરથી જીવતો વીજ વાયર પસાર મામલે ખેડૂત મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, 2009 થી 2022 સુધી અનેક રજૂઆતો તાલાલાના આંકોલવાડી વીજ વિભાગને કરી પરંતુ વીજ વિભાગ દ્વારા આજદિન સુધી ખેડૂતની અરજીઓને ધ્યાને નથી લેવામાં આવી હતી જેના લીધે ખેડૂત પરિવાર સતત ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર છે જયારે આ આંબાના બગીચા પરથી જીવતા વીજ વાયર બાબતે વીજ વિભાગના અધિકારી સાથે વાતચીત કરવાનો મીડિયાએ પ્રયાસ કર્યો હતો ત્યારે વીજ વિભાગ પોતાની બેદરકારી ને લય કેમેરા સામે બોલવા ઇનકાર કરી દીધો હતો તો બીજી તરફ કોઈ નક્કર પગલા પણ નથી લેતું ત્યારે સવાલ એ છે કે શું રાજકોટ વાળી થશે તો જવાબદારી કોણ લેશે તેવા સવાલો ખેડૂતો કરી રહ્યા છે.