જાહેર જનતાને મહાઆરતીનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવતા મનહર પ્લોટ મિત્ર મંડળના સભ્યો
ખાસ-ખબર સંવાદદાતા
આગામી તા. 22ના અયોધ્યામાં રામમંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે જેને લઈને અનેક શહેરોમાં રામમંદિરોમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળશે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે ત્યારે રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટમાં બહુ જુજ રામ ભગવાનના મંદિરો છે જેમાંનું એક મંદિર કે જે જૂનુ આકડાવાળી જે હાલ મનહર પ્લોટ શેરીનં. 8માં આવેલું છે. આ મંદિરની સ્થાપના ઈ.સ. 1912માં થઈ હતી. આ વર્ષો જૂનું પૌરાણિક મંદિરનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. આ રામજીમંદિરને 78 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે અયોધ્યામાં યોજાનાર ભવ્ય રામમંદિરના મહોત્સવને લઈને આગામી તા. 22ના રોજ મનહર પ્લોટ ખાતે આવેલા આ પૌરાણિક રામજીમંદિર ખાતે મનહર પ્લોટ મિત્ર મંડળ દ્વારા 100 દીવડાની ભવ્ય મહાઆરતી, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ લેવા જાહેરજનતાને અનુરોધ કરાયો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માવજીભાઈ ડોડીયા, રમેશભાઈ હરિયાણી, હસુભાઈ સગપરીયા, મનોજભાઈ ડોડીયા, મહેશભાઈ ડોડીયા, રૂપેશભાઈ ડોડીયા, હિતેશભાઈ દવે, નિતેશભાઈ રાજપુરોહિત, દિલીપસિંહ ચાવડા, ઋષિરાજભાઈ ડોડીયા, બાબુભાઈ ખુંટ, રાજુભાઈ રાદડિયા સહિતના તમામ રામભક્તો જહેમત ઉઠાવી રહ્યા છે.