યુવક અને યુવતી નશામાં હતા તેવી સ્થાનિકોમાં ચર્ચા
રાજકોટનાં પુજારા ટેલિકોમ પાસે યુવક-યુવતીએ સિનિયર સિટિઝનને ગાળો ભાંડી: વૃદ્ધ સોરી કહેતા રહ્યાં છતાં ન અટક્યા
- Advertisement -
ઘટનાનો વિડીયો વાયરલ થતાં પોલીસે યુવક-યુવતીની ધરપકડ કરી માફી મગાવી વધુ કાર્યવાહી હાથ ધરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટનાં પાજ્ઞિક રોડ પર ખરીદી કરીને પરત જઈ રહેલ વૃદ્ધને કાર ચાલક યુવક અને યુવતી દ્વારા આધેડ સાથે તકરાર કરી હતી. તેમજ આધેડ સાથે વાહન ચલાવવા બાબતે સિનિયર સીટીઝન સાથે બફાટ કર્યો હતો. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોએ પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા કર્યા છે. રાજકોટમાં નશાની હાલતમાં કાર ચાલક બે યુવક-યુવતીઓ દ્વારા સિનિયર સીટિઝનને બેફામ ગાળો બોલી હતી. ત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
- Advertisement -
આ બાબતે સ્થાનિકોમાં એવી પણ ચર્ચા થઈ રહી હતો કે, યુવક અને યુવતી નશાની હાલતમાં હતા. તેમજ યુવક યુવતી દ્વારા આધેડ વ્યક્તિને માર મારવાની ધમકી પણ આપી હતી. તેમજ યુવક-યુવતી પોલીસનાં સગા-સબંધી હોય તેમ સિનિયર સીટિઝનને કહી રહ્યા હતા કે પોતાની સામે પોલીસ પણ કશું નહી કરી લે તેવો બફાટ કર્યો હતો. ત્યારે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકોટ પોલીસે વીડિયોમાં જોવા મળતાં યુવક-યુવતીની ધરપકડ કરી માફી મગાવી હતી વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.