નશાખોરોના વિડીયો વાયરલ થયા બાદ પોલીસની મોટી કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ નવી રાજકોટ, તા.2
- Advertisement -
રાજકોટમાં દારૂબંધીના કાયદાનું કડક અમલવારી કરાવવાની સૂચના અન્વયે પોલીસ કમિશનર બ્રજેસ ઝાની સૂચના અને માર્ગદર્શન હેઠળ વહેલી સવારે ચાર વાગ્યે શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂના ધમધમતા હાટડાઓ ઉપર સ્થાનિક પોલીસ ત્રાટકી હતી સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીનો સ્ટાફ પણ જોડાયો હતો વહેલી સવારે દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે ધોંસ બોલાવતા ધંધાર્થીઓમાં નાશભાગ મચી ગઈ હતી.
શહેરભરમાં તમામ વિસ્તારમાં ચાલતો દેશીદારૂ તેમજ વિદેશી દારૂના ધંધાર્થી પર તુટી પડી દારૂની બદી નાબુદ કરવાની સુચના અન્વયે આજે વ્હેલી સવારે ચાર વાગ્યેથી શહેરના તમામ પોલીસ મથકના પીઆઇ સહિતનો સ્ટાફ મેદાનમાં આવી દારૂના ધંધાર્થીઓ પર ધોંસ બોલાવી હતી શહેરના કુબલીયાપરા, જંગલેશ્વર, પોપટપરા, રૂખડીયાપરા, રૈયાધાર, આજી નદી વિસ્તારોમાં સઘન તપાસ કરી દેશી દારૂના ધંધાર્થીઓની ભઠ્ઠી પર દારૂના બેરલ ઢોળી નાખ્યા હતા અને અનેક દારૂના ધંધાર્થીઓ સામે ગુના પણ દાખલ કરવામાં આવ્યા હતા. જયારે એ ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં પીઆઇ બારોટની રાહબરીમાં સ્ટાફે જયુબેલી ચોક, એસ.ટી. ચોક, કોઠારીયા, લોધાવાડ, જાગનાથ સહિતના વિસ્તારોમાં રેડ કરી દારૂના 10 ગુના દાખલ કરી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો આ ઉપરાંત માલવિયાનગર વિસ્તાર, ગાંધીગ્રામ વિસ્તારોમાં પણ પોલીસે દરોડા પાડી મોટી કાર્યવાહી કરી હતી વહેલી સવારેથી શરૂ કરેલી દરોડાની કામગીરી સવારે નવ વાગ્યા સુધી ચાલી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં દારૂબંધીની કોઇ અસર જ ન હોય તેમ દેશી અને વિદેશી દારૂ આસાનીથી મળી પણ જાય છે અને જાહેરમાં ખાખીના ખૌફ વગર પીવાઇ પણ રહ્યો છે. જેમના પૂર્વત દાખલા વિડીયોરૂપે વાયરલ થતા હોય છે. ગઇકાલે પણ એક યુવતી નશાના હાલતમાં બાકડા પર પડી હોય અને એક શખ્સ જાહેરમાં દારૂની બોટલ કાઢી પેક મારતો હોય તેવો વિડીયો વાયરલ થતા કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડયા હતા.
શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ મોડી રાત્રે કરેલ આદેશ બાદ તમામ પોલીસ મથકના સ્ટાફે વ્હેલી સવારે પાંચ વાગ્યે બુટલેગરોના ઘરમાં દરોડા પાડયા
રૂખડીયાપરા, કુબલીયાપરા, જયુબિલી, રામનાથપરા, માલવીયા સહિતના વિસ્તારોમાં કાર્યવાહી, સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે ક્રાઇમ બ્રાન્ચ, જઘૠ જોડાઈ