આજથી શરૂ થયેલું મગફળીનું રજિસ્ટ્રેશન અટવાયું, ખેડૂતોને ધક્કા
મહેસુલી, રેવન્યુ અને ઓનલાઈન કામગીરીનો આજે બહિષ્કાર કરી વિરોધ નોંધાવ્યો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં તલાટી મંત્રીઓ પોતાની પડતર મંગણીઓને લઇ આજથી હડતાળ પર ઉતરી આવ્યા છે. તલાટી મંત્રીઓની હડતાળની સીધી અસર સરકારી કામગીરી પર જોવા મળશે. ખાસ કરી આજથી સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ કરવા રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી જે પ્રક્રિયા પર સીધી રીતે રોક લાગી જશે અને આ માટે રજિસ્ટ્રેશન કરાવવા આવતા ખેડૂતોને મુશ્કેલી નો સામનો કરવો પડશે.
- Advertisement -
એક તરફ રાજ્ય સરકાર દ્વારા આજથી સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ કરવા જાહેરાત કરવામાં આવી છે બીજી તરફ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં તલાટી કમ મંત્રીઓ અને ટઈઊ અર્થાત વિલેજ કોમ્પ્યુટર આંન્ત્રપ્રિનિયોર પોતાની પડતર માંગણીને લઇ માસ સીએલ પર પર ઉતરી વિરોધ નોંધાવી રહ્યા છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાંથી રજિસ્ટ્રેશન કરાવવા માટે આવતા ખેડૂતોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે.
આજે રાજકોટ જિલ્લાના 384 પંચાયત તલાટી કમ મંત્રીઓ માસ સીએલ પર ઉતરી મહેસુલ, રેવન્યુ અને ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરી રહ્યા છે. તલાટી કમ મંત્રીઓ અને ટઈઊની હડતાલના કારણે આજે મગફળી ખરીદી માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પણ ખોરવાઈ છે. જેના કારણે ખેડૂતો પરેશાન થઇ રહ્યા છે. આ મુદ્દે રાજકોટ જુના યાર્ડ ખાતે રજિસ્ટ્રેશન કરાવવા આવેલા લોધિકા તાલુકાના વાગુદડ ગામના ખેડૂત ચંદુભાઈ સખીયાનું કહેવું છે કે ,હાલના સમયે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે એક તરફ ભારે વરસાદના કારણે પાકમાં નુકશાન થઇ રહ્યું છે.