ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના બી ડિવિઝન પોલીસ મથકના ઉપરના બીજા માળે બેરેકની અંદર રહેતા અને ગોંડલના એસઆરપી ગ્રૂપ-8 કંપની-બીમાં ફરજ બજાવતા અને પોલીસ કોન્સ્ટેબલ રમેશ કોલીએ પારિવારિક ઝઘડાના કારણે ડિપ્રેસનમાં આવી પોલીસ મથકની અંદર જ રાયફલમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરી અન્ય પોલીસ મેનની જિંદગી જોખમમાં મુકતા બી ડિવિઝન પોલીસ મથકમાં કલમ 286 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસમેન રમેશભાઈ કોલીને ફરજ માટે કંપની ઓફીસમાંથી ઈન્સાસ રાયફલ બટ નં-345 ની ઈસ્યુ કરવામાં આવેલી હતી તથા સાથે 20 રાઉન્ડ ઈશ્યુ કરવામાં આવેલા હોય તે ઈન્સાફ રાયફલથી પોલીસમેન દ્વારા પારીવારીક પ્રશ્નોના કારણે ડીપ્રેશનમાં આવી અને સાથેના માણસોની પણ જીંદગી જોખમમાં મુકાય તે રીતે બેદરકારીથી રાયફલમાંથી એક રાઉન્ડ ફાયર કર્યું હોય તો રમેશભાઈ રામાભાઈ કોલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.