‘ખાસ-ખબર’ ન્યૂઝના અહેવાલ બાદ સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું
સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલ વારંવાર કોઇને કોઇ કારણોથી વિવાદમાં આવી રહી છે. છેલ્લા એક મહિનામાં સિવિલ હોસ્પિટલમાં બેથી ત્રણ વાર દારૂની ખાલી બટલો મળી આવી હતી. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ સારવારનું સ્થળ નહીં દારૂનો અડ્ડો બની ગયો હોવાનો 1 ડિસેમ્બરના રોજ ખાસ ખબર ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. અહેવાલ પ્રસિદ્ધ થતાં જ સિવિલ હોસ્પિટલનું તંત્ર હરકતમાં આવ્યુ હતુ અને દારૂનો અડ્ડો બની ગયેલું શૌચાલય તોડી પાડવાનો આદેશ કરવામાં આવ્યો હતો. હાલ દારૂના અડ્ડો બની ગયેલું શૌચાલય તોડી પાડવામાં આવ્યુ છે. તેમજ સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત કરી દેવામાં આવી છે. ખાસ કરીને રાત્રિના સમય દરમિયાન અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતા દૂષણો બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.



