નવરાત્રિના પ્રારંભે જ અસમંજસ
આજ સાંજ સુધી ગરબાની પરમિશન મળે તેવી શકયતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં નવરાત્રિના પ્રારંભે જ અસમંજસની સ્થિતિ જોવા મળી છે,મહત્વની વાત છે કે 40 જેટલા આયોજકોને ગરબાને લઈ મંજૂરી મળી નથી,પોલીસ વિભાગ દ્રારા આ મંજૂરીને મહોર નથી લગાવી,અર્વાચીન રાસોત્સવના આયોજકો મૂંઝવણમાં મૂકાયા છે.ગઈકાલે ગાંધી જયંતિ હોવાથી અધિકારીઓ હતા રજા પર અને આજ સાંજ સુધીમાં ગરબાને મંજૂરી મળે તેવી શક્યતા સેવાઈ રહી છે.
આજથી નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂકયો છે,ત્યારે રાજકોટમાં અગ્નિકાંડ બાદ પોલીસ સતર્ક બની છે જેમાં ગરબાને લઈ પોલીસે હજી મંજૂરી આપી નથી જેના કારણે આયોજનકો ચિંતામાં મૂકાયા છે,એક પણ આયોજકોને પોલીસે ગરબાની મંજૂરી આપી નથી, એક તરફ પાસની વહેંચણી થઈ ગઈ છે અને બીજી તરફ ગરબાને લઈ મંજૂરી મળી નથી જેના કારણે આયોજકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે,આ વખતે રાજકોટ જ નહી પણ તમામ મહાનગરપાલિકાઓ દ્વારા ગરબાની મંજૂરીને લઈ અડચણ ઉભી થઈ છે.
આયોજકો દ્વારા હાલ પોલીસ સ્ટેશનમાં ગરબાની મંજૂરીને લઈ લાઈનો લાગી રહી છે પરંતુ મહત્વની વાત તો એ છે કે,ફાયર વિભાગ મંજૂરી આપશે પછી જ પોલીસ મંજૂરી આપશે એટલે કે પહેલા ફાયરની મંજૂરી લેવી જરૂરી છે.ગઈકાલે મોટાભાગના આયોજકો દ્વારા લાયસન્સ વિભાગમાં ફાઈલ પુટઅપ કરવામાં આવી હતી સાથે સાથે આજે બપોર સુધીમાં તેમજ સાંજ સુધીમાં મોટાભાગના આયોજકોને મંજૂરી મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા નવરાત્રી દરમિયાન યોજાતા અર્વાચીન રાસોત્સવના અયોજન માટે નિયમો કડક બનાવવામાં આવ્યા છે.
- Advertisement -
સરકારની નવી ગાઈડ લાઇન મુજબ ફાયર સેફ્ટીનાં જે સાધનો રાખવાના છે, તેના માત્ર ડિકલેરેશન આપવાના છે. જેમાં અમુક અંતરે અઇઈ ટાઈપનાં ફાયર એક્સટિંગ્વિશર, ઈઘ2 ટાઈપ ફાયર એક્સટિંગ્વિશર, રેતીની ડોલ તેમજ પાણીના બેરલ પણ સામેલ છે. આયોજકોએ આ તમામ વ્યવસ્થા ઉપલબ્ધ હોવાનું ડિક્લેરેશન 4 કોપીમાં આપવાનું છે. ગરબા આયોજકો દ્વારા મળેલા ડિક્લેરેશન સાથે એક સોગંદનામું પણ રજૂ કરવાનું રહેશે. જે પણ ચાર કોપીમાં હશે.
આ પૈકીની એક કોપી મનપા પાસે, બીજી પોલીસ પાસે, ત્રીજી ઙૠટઈક પાસે અને ચોથી કોપી આયોજકો પાસે રહેશે. આ કોપી દ્વારા PGVCL નું ટેમ્પરરી કનેક્શન પણ મેળવી શકાશે. ડિકલેરેશન મુજબની વ્યવસ્થા છે કે નહીં? તે જોવા માટે ફાયરની ટીમ દ્વારા ગમે ત્યારે ઓચિંતું ચેકિંગ કરવામાં આવશે. આ દરમિયાન કોઈપણ ખામી જણાશે તો તાત્કાલિક તે દૂર કરવાની રહેશે.