બિલ્ડરે 12 ફ્લેટ અને 4 દુકાનના રોકડા આપ્યા બાદ સાઈટ જ બંધ થઈ ગઈ
આર્યન એવન્યુના બિલ્ડર સામે નોંધતો ગુનો : ભાગીદારોએ પણ હાથ ઊંચા કરી દીધા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
રાજકોટમાં મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે મહેશ્ર્વરી પાર્કમાં રહેતાં અર્જુનભાઈ ભગવાનભાઇ મઠીયા (ઉ.વ.22) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સંજય લાલજી ડોબરીયા અને જ્યોત્સનાબેન ડોબરીયા (રહે. બંને વ્રજભૂમિ સોસાયટી, મોરબી રોડ) નું નામ આપતાં બી. ડિવિઝન પોલીસે આઈપીસી કલમ 465, 467, 468, 471, 406, 420 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ સેટેલાઇટ ચોકમાં પ્રવસ્થી હાઇટ્સ બિલ્ડીંગમાં બંધુલીલા ડેવલપમેન્ટ નામે ઓફીસ ધરાવી બાંધકામનો વ્યવસાય કરે છે. તેઓ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલ હોય અને વર્ષ 2021 માં મોરબી રોડ, સેટેલાઇટ ચોકથી આગળ આવેલ આર્યન એવન્યુ નામની બાંધકામની સાઇટ ખાતે સંજય ડોબરીયા સાથે મુલાકાત થતા એકબીજાને ઓળખાણ થયેલ અને તેઓ જમીન-મકાનમાં રોકાણ કરતાં હોવાની વાત કરતા સંજયએ પોતાના તથા પોતાના પત્ની જ્યોત્સનાબેનની માલીકીનો આર્યન એવન્યુ નામે દુકાનો તથા ફ્લેટનો પ્રોજેક્ટ ચાલું હોવાની વાત કરી કહેલ કે, પોતાનો આ પ્રોજેક્ટ સારો છે અને હાલ રોકાણ કરશો તો ભવિષ્યમાં પ્રોજેકટ પૂર્ણ થાય ત્યારે સારૂ એવું રીટર્ન મળશે તેમ વાત કરી રોકાણ કરવા કહેતા સંજય પાસેથી તેઓના આર્યન એવન્યુ નામના પ્રોજેકટ બાબતે માહિતી મેળવતા તેને દુકાન તથા ફ્લેટની જગ્યા પ્રમાણે ભાવ જણાવી આગામી દોઢેક વર્ષ સુધીમાં પોતાનો આ પ્રોજેકટ પૂર્ણ થઇ જશે અને પઝેશન આપી દેવામાં આવશે
- Advertisement -
તેમ વાત કરતાં પ્રોજેકટમાં રોકાણ કરવા બાબતેની વાતચીત ચાલું હતી પ્રોજેકટમાં રોકાણ કરવાનું નક્કી કરેલ અને આર્યન એવન્યુ નામના કોમ્પ્લેક્સમાં કુલ 12 ફ્લેટ તથા 4 દુકાનો તેમના તથા તેના મમ્મી સરોજબેન ભગવાનભાઈ મઠીયાના નામે ખરીદ કરવાનું નક્કી કરી, ફ્લેટ તથા દુકાનોના ભાવતાલ, દસ્તાવેજ તથા પઝેશન બાબતે સંજય સાથે મૌખીક ચર્ચા કરેલ હતી. તે વખતે તેને ફ્લેટ તથા દુકાનોના કાર્પેટ એરીયા પ્રમાણે ભાવ જણાવેલ હતા અને પ્રોજેકટ પૂર્ણ થયેથી દસ્તાવેજ કરી આપવા અને પઝેશન સોંપી આપવાની વાત કરેલ જેથી આ 12 ફ્લેટ તથા 4 દુકાનોની ખરીદી પેટેનું પેમેન્ટ સંજયભાઇએ મને તેઓના તથા તેમની પત્નીના બેન્ક એકાઉન્ટમાં તેમજ રોકડેથી આપવાનું જણાવ્યું હતું.
સંજય સાથે તેઓના આર્યન એવન્યુ કોમ્પ્લેક્સની ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન નં.3 ચો.ફૂટ આશરે 68 રૂ. 11.56 લાખ તથા દુકાન નં. 8 ચો.ફૂટ આશરે 205. 25, રૂ. 34,89,250, દુકાન નં. 9 ચો. ફૂટ આશરે 236-64, રૂ.40,24,580 એમ મળી ત્રણેય દુકાનોની કુલ કિ.રૂ.86,69,830 ની નક્કી થયેલ હોય જે પૈકી દુકાન નં. 3 અને 8 ની તેઓના નામે તથા દુકાન નં. 9 તેમના માતાના નામે ખરીદ કરવી હોય જે દુકાનોની ખરીદી પેટેની રકમ આરોપીને તેમજ તેમના પત્નીના એકાઉન્ટમાં રૂ.25 લાખ ચુકવેલ હતા. જે બદલ આરોપાએ આર્યન ડેવલોપર્સ ભાગીદારી પેઢીના વહીવટ દરજ્જે તા.05/01/2022 ના નોટરાઇઝ ચુકતે અવેજની પહોંચ લખી આપેલ હતી. આરોપીને રૂ.25,84,915 હાથ ઉછીના આપેલની તેમજ તેઓની માતાએ આરોપી જ્યોત્સનાબેનને રૂ.25,84,915 હાથ ઉછીના આપેલની વિગત લખેલ હતી.
આર્યન એવન્યુ કોમ્પ્લેક્સની સાઇટમાં વીંગ-એ ત્રીજા માળેના 617 સ્ક્વેર ફૂટના એક સરખા માપના 4 ફ્લેટ તથા વીંગ-બી માં ત્રીજા માળ તથા પાંચમા માળના 675 સ્ક્વેર ફૂટના ચાર-ચાર ફ્લેટ એમ મળી વીંગ-એ ના ચાર ફ્લેટ તથા વીંગ-બી ના 8 ફ્લેટ તથા ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાન નં.2 જે 186 સ્ક્વેર ફૂટની હોય તે ખરીદ કરવાની હોય અને તે તમામની કુલ કિ.રૂ.2.40 કરોડ નક્કી થયેલ હતી. જે પૈકી તા.31/01/2022 ના રૂ. 3 લાખ, તા. 31/01/2022 ના રૂ.7,50 લાખ, તે જ દિવસે રૂ.4.50 લાખ મળી કટકે કટકે અલગ-અલગ તારીખે રોકડા કુલ રૂ.2.25 કરોડ આરોપી દંપતીને તેના જ ઘરે ચુકવેલ હતા. જે મળી કુલ 12 ફ્લેટ તથા દુકાન પેટે કુલ રૂ.2.40 કરોડની રકમ ચુકવેલ હતી.પ્રોજેકટની સાઇટ ઉપરનું બાંધકામ બંધ થઇ જતા આરોપી સંજયને અવાર-નવાર રોકાણ બાબતે અને ફ્લેટ- દુકાનોનો કબ્જો સોંપવા બાબતે પુછતા તેઓ થોડા સમયમાં પ્રોજેકટ ફરી ચાલું થવાનો હોય ત્યાર બાદ કબ્જો સોંપી આપશે તેમ વાયદાઓ કરવા લાગેલ અને તેઓને ન તો ફ્લેટ અને દુકાનોનો કબ્જો સોંપતા હોય કે ના તો પૈસા પરત ચુકવતા ન હોય જેથી તે બાબતે તપાસ કરતા આર્યન ડેવલપર્સ ભાગીદારી પેઢીમાં સંજયની પત્ની જ્યોત્સનાબેનનો કોઈ હક્ક હિસ્સો ન હોવાની હકીકત જાણવા મળી હતી અન્ય ભાગીદારોએ પણ હાથ ઊંચા કરી લેતા અંતે કુલ રૂ.3,26,69,830ની છેતરપીંડી અંગે ફરિયાદ નોંધાવી હતી.