પોલીસ કમિશનરની સૂચના બાદ શહેરભરમાં વાહન ચેકિંગ ઝુંબેશ વેગવંતી
રંગીલા રાજકોટનું બિરુદ પરત અપાવવા, ગુનાખોરી ડામવા એક દિવસ નહિ દરરોજ કડક કાર્યવાહી જરૂરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં દિવાળી પર્વથી શરુ થયેલ હત્યા, ચોરી, લૂંટ, ફાયરિંગ જેવી ઘટનાઓએ પોલીસની આબરૂનું ધોવાણ કરી નાખ્યું છે ત્યારે શહેરમાં કથળીને ખાડે ગયેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર અંકુશ મેળવવા કડક હાથે કામગીરી કરવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાએ તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને આપેલી સૂચના અન્વયે છેલ્લા બે દિવસથી શહેરમાં સઘન વાહન ચેકીંગ ઝુંબેશ શરુ કરવામાં આવી છે જેમાં પોલીસને મહદ અંશે સફળતા પણ મળી રહી છે કારણકે ગુનાહિત માનસિકતા ધરાવતા અને કોઈ ગુનો કરવાના ઇરાદે હથિયારો લઈને નીકળતા શખ્સોને પોલીસ પકડી કાયદાનું ભાન કરાવી રહી છે.
- Advertisement -
રાજકોટ પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં ગુરુવારે મંથલી ક્રાઇમ કોન્ફ્રન્સ યોજાઈ હતી જેમાં ગુનેગારો સામે લાલ આંખ કરવા અને ભયભીત પ્રજાને સુરક્ષા કવચ આપવા અધિકારીઓને તાકીદ કરી હતી એસી ચેમ્બરમાંથી બહાર નીકળી લુખ્ખાઓ ઉપર ધોંસ બોલાવવા સીપીએ આપેલી સૂચના અન્વયે છેલ્લા બે દિવસથી સાંજ પડતા જ તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકીંગ શરુ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગત સાંજે માત્ર સવા ત્રણ કલાકમાં પોલીસે વાહન ચેકીંગ દરમિયાન છરી સાથે 20 શખ્સોને પકડી પાડ્યા હતા જયારે દેશી-વિદેશી દારૂના 18 કેસ કર્યા હતા.
આ ઉપરાંત દારૂ ઢીંચી નીકળેલા 10 દારૂડિયાને પણ ઝડપી લઇ ગુના નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી પોલીસની આ કાર્યવાહી પ્રસંસનીય છે પરંતુ શહેરને શાંત અને સલામત શહેર બનાવવું હોય અને રંગીલા રાજકોટનું બિરુદ પરત અપાવવું હોય તો આ કાર્યવાહી માત્ર એક દિવસ નહિ દરરોજ થાય તો જ શક્ય છે.
દેશી-વિદેશી દારૂ સાથે પકડાયેલા શખ્સોે
મનીષ મનસુખભાઇ સિંધવ : ભક્તિનગર
ફાતિમાબેન હનીભાઈ સંધાર : ભક્તિનગર
સાહિલ હનીફભાઇ જુણેજા : ગાંધીગ્રામ
કિશોર બચુભાઈ જરિયા : એ ડિવિઝન
ભીમસીંગ રમસીંગ કોટાદ : એ ડિવિઝન
નજીર સીદીક સમા : એ ડિવિઝન
મહેશ જેસીંગભાઇ રાવરાણી : એ ડિવિઝન
મોસીન મુસ્તાકભાઈ મકરાણી : એ ડિવિઝન
ધવલ કિશોરભાઈ વિઠલાણી : એ ડિવિઝન
પરેશ દેવજીભાઈ ચુડાસમા : એ ડિવિઝન
રઘુ બાબુભાઇ જરિયા : એ ડિવિઝન
મંજુદેવી સંજુભાઈ ઠાકુર : એ ડિવિઝન
મિલીદ પરષોત્તમભાઇ રત્નાકર : એ ડિવિઝન
હર્ષદ મનોજભાઈ મકવાણા : આજી ડેમ
રતું તળશીભાઈ સાડમિયાં : આજી ડેમ
વનરાજ સવશીભાઈ કોલાદરા : થોરાળા
રવિ ખોડાભાઈ પરમાર : થોરાળા
વિજય રાજાભાઈ કહુજા : બી ડિવિઝન
- Advertisement -
છરી સાથે પકડાયેલા શખ્સો
સંજય દેવજીભાઈ ચૌહાણ : એ ડિવિઝન
રાજેશ પોપટભાઈ ચૌહાણ : એ ડિવિઝન
રમેશ લખમણભાઇ ચાવડા : તાલુકા
અર્જુન ઉર્ફે આજુ વેરશીભાઈ માથાસુરીયા : તાલુકા
ફારૂક બસીરભાઈ મલેક : ગાંધીગ્રામ
સાહિલ અબ્દુલભાઇ મુસાણી : ગાંધીગ્રામ
વિજય રમેશભાઈ પરમાર : ગાંધીગ્રામ
પરેશ રાજુભાઈ કહુજા : બી ડિવિઝન
ધર્મેન્દ્રસિંહ મંગળુભા રાયજાદા : બી ડિવિઝન
વેલશી પાંચાભાઇ રાજપરા : બી ડિવિઝન
સાદિક અજ્મેરીભાઈ શેખ : બી ડિવિઝન
ભાવેશ ઉર્ફે પિન્ટુ જનકભાઈ કોટક : થોરાળા
કૃપાલ મુકેશભાઈ વાડોદરિયા : થોરાળા
બાબુ ગોવિંદભાઇ રાઠોડ : થોરાળા
મુસ્તુક ઉર્ફે મુસ્તુ સદ્દામશા શાહમદાર : પ્રનગર
સલમાન સલીમભાઇ માલાણી : પ્રનગર
રમેશ હરિભાઈ દાવનદ્રા : ભક્તિનગર
ભીખુ નારણભાઇ ઉનેવાળ : ભક્તિનગર
વૃષિક કાંતિભાઈ સોલંકી : ભક્તિનગર
અર્જુન અતુલભાઈ મુંજારિયા : ભક્તિનગર



