ચૂંટણી ઓબ્ઝર્વર, અધિકારીઓ અને માધવપુરના મેળાના પ્રવાસીઓ માટે પોરબંદરનો રસ્તો રિપેર કરાયો
આચારસંહિતા પહેલા જ આયોજન થયું’તું, મુખ્યમંત્રી આવ્યાને રાતોરાત કામ પૂરું થયું સર્કલ ફરતે સીસીરોડને બદલે ડામર પથરાયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.11
પોરબંદરમાં કમલાબાગ સર્કલ સહિત બિરલા રોડ સુધીના રસ્તામાં ગાબડા પડયા હતા ત્યારે ચૂંટણી અધિકારીઓ અને માધવપુર મેળાના પ્રવાસીઓ માટે રોડનું સમારકામ કરવામાં આવ્યું છે જોકે આચાર સંહિતા પહેલા જ સમારકામનું આયોજન હતું પરંતુ મુખ્યમંત્રી આવ્યા તે પહેલા જ કમલાબાગ સર્કલ સહિતના રોડનું રાતોરાત કામ થઈ જતા એક કામ પૂરું થયું છે.
પોરબંદરના કમલાબાગ સર્કલ, છાયા થી બિરલા રોડ સુધી મસમોટા ગાબડા પડયા હતા અને વારંવાર રજૂઆત આવ્યું ન હતું. આચાર સંહિતા પહેલા જ રોડના સમારકામ અંગેનું આયોજન થયું હતું અને વર્ક ઓર્ડર અપાયો હતો. ખાસ જેલ વાળા રસ્તામાં ડામર પાથરી દેવામાં આવ્યો હતો બાદ પણ સમારકામ કરવામાં કમલાબાગ સર્કલ પર ઉબડ ખાબડ રોડ લાંબા સમયથી જોવા મળતો હતો જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડતી હતી. આ સર્કલ ફરતે સીસીરોડ બનાવવા બાદ હોળીની રજામાં અન્ય કામ અધૂરા રહી ગયા હતા. ગઈકાલે બુધવારે મુખ્યમંત્રી આવવાના હોય ત્યારે રાતોરાત કમલાબાગ સર્કલ પર ડામર મઢી દેવામાં આવ્યા હતા અને છાયાચોકી ચાર રસ્તાથી બિરલા રોડ પરના ગાબડા પર પણ ડામર પાથરી દેવામાં આવ્યો છે. ચૂંટણી અધિકારીઓ આવતા હોય તેમજ માધવપુરના મેળા માટે પ્રવાસીઓ આવતા હોય ત્યારે મુખ્યમંત્રીના આગમન પહેલા રાતોરાત રોડનું સમારકામ થતા એક કામ પૂરું થયું છે.તંત્રએ સી.સી રોડ પર ડામર પર પાથરતા સોશ્યલ મીડિયામાં લોકો તંત્રની કામગીરીની મજાક ઉડાવી રહ્યા છે.



