કેન્દ્ર સહકારના કેબિનેટ મંત્રી અમિતભાઈ શાહે લેખિત જવાબ આપ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ચાલુ પાર્લામેન્ટ દરમિયાન સંસદસભ્ય (રાજ્ય સભા) રામભાઇ મોકરીયાએ સહકારી ક્ષેત્રને લગતા ત્રણ પ્રશ્નો પૂછ્યા છે. જે મુજબ (ફ) પીએમ ઇન્ટર્નશિપ સ્કીમને વધારવા માટે મંત્રાલય દ્વારા લેવામાં આવેલા પગલાં, ખાસ કરીને ઉપલબ્ધ ઇન્ટર્નશિપની સંખ્યા અને તેમાં સામેલ ક્ષેત્રનો વિસ્તાર કરવાના સંદર્ભમાં; (બ) શું મંત્રાલય એવા કોઈપણ અવરોધોને દૂર કરવા માટે ચોક્કસ પગલાં અમલમાં મૂકવાની યોજના ધરાવે છે જે પીએમ ઇન્ટર્નશિપ સ્કીમમાં ભાગ લેતા ઓછા પ્રતિનિધિત્વ ધરાવતા જૂથોને અટકાવી શકે છે, ઇન્ટર્નમાં સમાવેશ અને વિવિધતા સુનિશ્ચિત કરે છે; અને (ભ) જો એમ હોય, તો તેની વિગતો ? પ્રશ્ર્નનો સમાવેશ થાય છે.
ઉપરોક્ત પ્રશ્ર્નનો કેન્દ્ર સહકારના કેબિનેટ મંત્રી અમિતભાઈ શાહ દ્વારા લેખિત જવાબ આપવામાં આવ્યા છે.
(ફ) પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના (CSR)ની જાહેરાત 2024 : 2025 ના બજેટમાં કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય પાંચ વર્ષમાં ટોચની 500 કંપનીઓમાં એક કરોડ યુવાનોને ઇન્ટર્નશિપની તકો પૂરી પાડવાનો છે. આ યોજનાની શરૂઆત તરીકે, કોર્પોરેટ બાબતોના મંત્રાલયે 3 ઓક્ટોબર, 2024 ના રોજ યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેનો લક્ષ્યાંક નાણાકીય વર્ષ 2024-2025 માં યુવાનોને 1.25 લાખ ઇન્ટર્નશિપની તકો પૂરી પાડવાનો છે. આ યોજના ઓનલાઇન પોર્ટલ https://pminternship.mca. gov.in દ્વારા લાગુ કરવામાં આવી રહી છે. પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ-પાયલોટ પ્રોજેક્ટ માટે ભાગીદાર કંપનીઓમાં છેલ્લા 3 વર્ષમાં સરેરાશ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી(MCA) ખર્ચના આધારે પસંદ કરાયેલ ટોચની 500 કંપનીઓનો સમાવેશ થાય છે, જે ઉડ્ડયન અને સંરક્ષણ, ઓટોમોટિવ, બેંકિંગ અને નાણાકીય સેવાઓ, રાસાયણિક ઉદ્યોગ, તેલ, ગેસ અને ઉર્જા વગેરે સહિત વિવિધ ક્ષેત્રોને આવરી લે છે. વધુમાં, ઉભરતા ક્ષેત્રોમાં ઇન્ટર્નશિપને પ્રાત્સાહન આપવા માટે, યોજના માર્ગદર્શિકામાં જોગવાઈ છે કે યોજનામાં ભાગ લેવા ઇચ્છતી કોઈપણ કંપની/બેંક/નાણાકીય સંસ્થા કોર્પોરેટ બાબતો મંત્રાલય (ખઈઅ)નો સંપર્ક કરી શકે છે, જે ઓછા પ્રતિનિધિત્વ ધરાવતા ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને વિચાર કરશે.
(બ) પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ પોર્ટલ (પોર્ટલ) : જે એન્ડ-ટુ-એન્ડ સ્કીમ અમલીકરણ અને ઇન્ટર્નશિપ લાઇફસાઇકલ મેનેજમેન્ટ માટે એક કેન્દ્રિય પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે, તે દેશના વિવિધ ભૌગોલિક પ્રદેશોમાંથી સમાવેશકતા વધારવા માટે 12 વિવિધ ભાષાઓમાં સુલભ છે. પીએમઆઈએસ પાયલોટ પ્રોજેક્ટના પ્રથમ રાઉન્ડમાં તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 745 જિલ્લાઓમાં ભાગીદાર કંપનીઓ દ્વારા 1.27 લાખથી વધુ ઇન્ટર્નશિપ તકો પૂરી પાડવામાં આવી છે. (c) PMIS- પાયલોટ પ્રોજેક્ટની માર્ગદર્શિકા મુજબ, દેશના તમામ ભાગોમાંથી મળેલી અરજીઓની સંખ્યાના આધારે ઉમેદવારોનો સમૂહ પોર્ટલ દ્વારા દરેક ઇન્ટર્નશિપ તક માટે શોર્ટલિસ્ટ કરવામાં આવે છે. શોર્ટલિસિ્ંટગ પ્રક્રિયાનો ઉદ્દેશ્ય ઇન્ટર્નશિપ પ્રોગ્રામમાં વિવિધતા અને સામાજિક સમાવેશને પ્રોત્સાહન આપવાનો છે, જેમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, અન્ય પછાત વર્ગો તેમજ વિકલાંગ વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ પૂરું પાડવામાં આવે છે. શોર્ટલિસિ્ંટગ પ્રક્રિયા સંબંધિત કંપનીને તેમની સંબંધિત પ્રક્રિયાઓ અને માપદંડ અનુસાર વધુ પસંદગી માટે મોકલવામાં આવે છે. વધુમાં, કોર્પોરેટ બાબતોનું મંત્રાલય યોજનાના પ્રમોશન અને અમલીકરણ માટે રાજ્ય સરકારો, કેન્દ્ર સરકારના મંત્રાલયો અને વિભાગો અને ઉદ્યોગ સંગઠનો જેવા વિવિધ હિતધારકો સાથે સક્રિયપણે કામ કરી રહ્યું છે. મંત્રાલય દેશભરમાં લક્ષ્ય જૂથો સુધી પહોંચવા માટે માહિતી, શિક્ષણ અને સંદેશાવ્યવહાર પ્રવૃત્તિઓ પણ કરી રહ્યું છે.
- Advertisement -
રામ નવમીના પર્વની શુભેચ્છા પાઠવતા સંસદસભ્ય રામભાઈ મોકરીયા
ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરષોતમ છે. આજે ચૈત્ર સુદ નોમને દિવસે ભગવાન રામચંદ્રજીનો જન્મ થયો હતો. તેથી રામનવમીનું માહત્ય્મ અનેરું, અનોખું અને અદ્વિતીયછે. રામનો મહિમા અનેરો છે, રામનામથી જ સર્વનો ઉધ્ધારછે. તેવું રામાયણમાં પણ ઉલ્લેખ છે. વાલીયો લુંટારો રામ-રામ બોલીને વાલ્મીકી ઋષિ બની ગયા,રાવણે ત્રિલોકમાં ત્રાસ ફેલાવ્યો,દેવોને પણ ત્રાસ આપતો હતો.તેથી ભગવાન વિષ્ણુએ રામાવતાર લઈને રાવણનો સંહાર કર્યો. આ દિવસે લોકો ઉપવાસ કરે છે. ઉપ એટલે પાસે અને વાસ એટલે વસવું અથવા રહેવું. પ્રભુ પ્રાપ્તિ માટે આ એક સાધન છે. આ સાધનામાં જો તન્મયતા અને એકાગ્રતા હોય તો આત્મબળ અવશ્ય મળે છે. અને તમારી સાધના સફળ થાય છે. આ દિવસે જે ચોવીસ કલાક પરમાત્મા સમીપ રહે તેનોજ ઉપવાસ સાચો,તેનુ જ રામનવમીનું વ્રત સાચું, તુલસીદાસજી શ્રી રામને લોકવિશ્રામા કહે છે. જયારે સમાજમાં સત્ય ઉપરઅસત્ય,પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા,સદાચાર ઉપર દુરાચાર અને ઋષિસંસ્કૃતિ ઉપર દૈત્ય શક્તિઓ હાવી થવા લાગી ત્યારે ભગવાન શ્રી રામને આ દૈત્યોનો નાશ કરવા ખુદને જન્મ લેવો પડ્યો. આજે સમગ્ર લોકોને રામનવમીના શુભ દિવસે ભગવાન શ્રી રામ બધાને સારી તંદુરસ્તી, સુખમય જિંદગી આપે અને આનદમય જીવન પસાર થાય તેવી બધા લોકોને રામનવમીની શુભેચ્છા પાઠવું છું.



