રાહુલ રણજીતભાઇ રાઠોડે તંત્રને 20 જાન્યુઆરીએ લેખિત રજૂઆત કરી પંચાયતે ભ્રષ્ટાચાર આચાર્યનો આક્ષેપ કર્યો
અંદાજે 10થી વધુ હોર્ડિગ્સ બોર્ડથી મહિને 7.50 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોવાનો દાવો
ખાસ-ખબર ન્યૂઝ લોધીકા
- Advertisement -
લોધીકાના પાળ ગામે રૂડા દ્વારા નિર્મિત રીંગરોડ-2 પર રોડની બંને બાજુ ગેરકાયદેસર રીતે સરકારી ખરાબાની જગ્યાનો ઉપયોગ કોઇ મંજૂરી વગર જ પાળ ગ્રામપંચાયતે કર્યો હોવાનું બહાર આવ્યુ છે. જેમાં રાજ્યની કોઇપણ ઓથોરીટીની મંજૂરી વિના જ જાહેરાતના બોર્ડ ઉભા કરી ભ્રષ્ટાચાર આચાર્યો હોવાનો આરોપ રાહુલ રણજીતભાઇ રાઠોડ દ્વારા કરવામાં આવ્યો છે. આ અંગે 20 જાન્યુઆરી 2025ના રોજ રાહુલ રાઠોડ દ્વારા જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, રૂડાના મુખ્ય કારોબારી અધિકારી, ગુજરાત રાજ્ય તકેદારી આયોગ વિજિલન્સ વિભાગ અને ગુજરાતના ડાયરેક્ટર જનરલ ઓફ એન્ટી કરપ્શન બ્યુરોને લેખીત રજૂઆત કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવ્યા મુજબ સરકારી જમીન પર જાહેરાતોના બોર્ડ ઉભા કરી દીધા છે આવા 10 જેટલા બોર્ડ કર્યા તે જમીનની બજાર કિંમત આશરે 40 કરોડ રૂપિયા થાય છે. આ મિલિભગતમાં સરપંચ, ઉપસરપંચ અને તલાટીની સંડોવણી હોવાનો ઉલ્લેખ પણ રજૂઆતમાં કરવામાં આવ્યો છે. જેઓ મહિને 7.પ0 લાખ રૂપિયાની આવક મેળવે છે. તેમજ સતાનો દુરપયોગ કરી પંચાયતની રૂપિયા 25,000 રકમની ખોટી રીસીપ્ટ પણ બનાવી તેનો ઉપયોગ કરી ભ્રષ્ટાચાર આચરે છે. ત્યારે આ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે તો સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થઇ શકે તેમ છે. જેમાં જવાબદાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરી શકાય.
ખરાબાની જમીન કોઇને ભાડે આપી નથી : તલાટી
પંચાયતના અધિકારીઓને પાળ ગામની કેટલી સરકારી ખરાબાની જમીન ભાડે આપી છે તથા જે જમીન ભાડે આપી છે તેમાંથી કેટલું ભાડુ પ્રાપ્ત થાય છે તે અંગેની માહિતી માંગવામાં આવી ત્યારે તલાટીએ લેખિતમાં જવાબ આપ્યો હતો કે પાળ ગ્રામ પંચાયત દ્વારા રાજ્ય સરકારની ખરાબાની જમીન કોઇ વ્યક્તિને ભાડે આપવામાં આવી નથી. એટલે ભાડાની રકમનો પ્રશ્ર્ન જ રહેતો નથી.