વડાપ્રધાન મોદી તેમના અમેરિકા પ્રવાસ અંતર્ગત લોંગ આઇલેન્ડ પહોંચ્યા હતા.. જ્યાં મોદી એન્ડ અમેરિકા નામનો કાર્યક્રમ યોજાયો હતો.. જેમાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો એકઠા થયા હતા. આ કાર્યક્રમ અંતર્ગત સાંસ્કૃતિક પ્રદર્શનનું પણ આયોજન થયું હતું.. જેમાં ગુજરાતી ગાયક આદિત્ય ગઢવી, ઐશ્વર્યા મજમુદાર તેમજ ગુજરાત અને ભારતના અન્ય કલાકારોએ શાનદાર પર્ફોર્મન્સ આપ્યું હતું..
મોદી એન્ડ અમેરિકા કાર્યક્રમમાં આદિત્ય ગઢવીના ‘ગોતી લો… ગોતી લો…’ ગીત પર લોકો ઝુમી ઉઠ્યા હતા. કાર્યક્રમમાં ગુજરાત સહિતના અનેક કલાકારોએ પરફોર્મ કર્યુ હતું. આ ઉપરાંત ચંદ્રિકા ટંડનના નેતૃત્વમાં વિદેશી સંગીતકારોના એક ગ્રુપે વંદે માતરમ ગીત ગાયું હતું. કલાકારોએ સ્થળ પર વિવિધ પરંપરાગત ભારતીય નૃત્ય શૈલીઓ પણ રજૂ કરી હતી.
- Advertisement -
વડાપ્રધાન મોદીએ મંચ પર પહોંચી સૌ પ્રથમ તમામ ભારતીય મૂળના લોકોનું અભિવાદન ઝીલ્યું હતું ત્યારબાદ આદિત્ય ગઢવીને ગળે લગાવીને પ્રેમપૂર્વક પીઠ પર ધબ્બા મારતા કહ્યું હતું કેમ બેટમજી.. આદિત્ય ગઢવી પણ પ્રેમથી વડાપ્રધાનને ભેટી પડ્યા હતા.
આ કાર્યક્રમમાં કુલ 500થી વધુ કલાકારોએ પરફોર્મ કર્યુ હતું.. કાર્યક્રમમાં ઉપસ્થિત ભારતીય મૂળના લોકોના હાથમાં વેલકમ મોદી લખેલા પોસ્ટર્સ જોવા મળ્યા હતા. વડાપ્રધાન મોદીના આગમનને લઇને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો..