નાવદ્રા ગામે કલેકટરની રૂબરૂ મુલાકાત બાદ સ્વયંભૂ દબાણ દૂરની કાર્યવાહી ચાલું
ખાસ-ખબર ન્યૂઝ ઊના, તા.21
ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહે ડી. જાડેજાના માર્ગદર્શન અને નેતૃત્ત્વ હેઠળ આજરોજ ઉના તાલુકાના નાંઠેજ ગામે ગૌચરની જમીન ઉપર 16 દબાણદારોનું અંદાજે 80,937 ચો.મી. જેની અંદાજિત બજાર કિંમત 8,09 કરોડની કિંમતની જમીન પરનું દબાણ ખુલ્લું કરવામાં આવેલ હતું તેમજ હજુ પણ કાર્યવાહી ચાલુમાં છે.આમ,2 દિવસમાં કુલ 1,21,405 ચો.મી. જમીન જેની કિંમત રૂ.12,14 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
- Advertisement -
ગીરગઢડા તાલુકાના વડવિયાળા ગામે ગૌચરની જમીન ઉપર 6 દબાણદારો દ્વારા 97,000 ચો.મી. કિંમત આશરે રૂ.6,60 કરોડ (છ કરોડ સાઈઠ લાખ)રૂપિયાની જમીન પર દબાણ કરવામાં આવેલ.જે દબાણ ખુલ્લું કરાવવામાં આવ્યું હતું.હજુ બાકી રહેલ દબાણ ખુલ્લું કરવાની કામગીરી આવતીકાલે ચાલુ રહેશે.
વધુમાં, વેરાવળ તાલુકાના નાવદ્રા ગામમાં કલેકટરની રૂબરૂ મુલાકાત પછી સ્વૈચ્છિક રીતે 55 દબાણદારો દ્વારા રસ્તા ઉપરના દબાણો અંદાજે 2200 ચો.મી. નું 8,80,000 (આઠ લાખ એસી હજાર)રૂપિયાની પંચાયત હસ્તકની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આમ, જિલ્લામાં કુલ 14,78 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી છે.