સ્વચ્છતા અભિયાનનો મૂળી પંથકમાં ફિયાસ્કો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દેશને સ્વચ્છ બનાવવાનું અભિયાન હાથ ધર્યું છે જેને સિદ્ધ કરવા માટે સ્વચ્છતા અંગે દર મહિને લાખો રૂપિયા પણ ખર્ચાય છે પરંતુ હજુય ક્યાંકને ક્યાંક સ્વચ્છતાનો અભાવ દૃશ્યમાન થાય રહ્યો છે. તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો મૂળી પંથકમાં ઠેર ઠેર ગંદકીના ગંજ જોવા મળે છે મૂળી પંથકની લગભગ તમામ શેરીઓમાં ગંદકી અને ઉકરડા નજરે પડી રહ્યા છે.
- Advertisement -
અહી વડાપ્રધાનની સ્વચ્છતા અભિયાનનો રીતસર ફોયસ્કો હોવાનું સામે આવ્યું છે. આ પ્રકારની ગંદકી અને ઉકરડાના લીધે મચ્છરજન્ય રોગનું પ્રમાણ પણ વધુ રહ્યું છે તેવામાં ઘેર ઘેર બીમારીના ખાટલા અને આર્થિક ક્ખરબ હોય તેવા પરિવારોને હોસ્પિટલમાં રૂપિયા બગાડવા પડે છે જોકે સ્વચ્છતા અંગે મોટી મોટી વાતો કરતું સ્થાનિક તંત્ર મૂળી પંથકની ગંદકી સામે ધૃતરાષ્ટ્ર થઈ ગયું હોય તેવું સ્પષ્ટ થયું છે આ બાબતે અનેક વખત સ્થાનિક ગ્રામજનો દ્વારા રજૂઆત કરાઈ છે પરંતુ આજદિન સુધી ઉકરડા અને ગંદકીનું સામ્રાજ્ય યથાવત જીવ મળી રહ્યું છે જેના લીધે નિષ્ક્રિય તંત્ર સામે લોકોનો પણ ભારે રોષ ફાટી નીકળ્યો છે.