ખાસ-ખબર સંવાદદાતા
વાઘપરા – કબીર ટેકરી રોડ પર પથ્થર આડા મુકીને એક શખ્સ નમાઝ પઢતો હોવાની માહિતી મળતા એ ડીવીઝન પોલીસ ટીમ વાઘપરા રોડ પર પહોંચી હતી જ્યાં નમાઝ પઢતા ઈસમને પોલીસ મથક લાવી પૂછપરછ કરતા તેનું નામ જીતેશ મીરાણી હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસે યુવાનના પરિવારને પોલીસ મથક બોલાવી તેના ભાઈ મનોજ મીરાણી અને પત્ની આરતી મીરાણીની પૂછપરછ કરી હતી જેમાં જીતેશ મીરાણી નામનો યુવાન છેલ્લા 8 માસથી માનસિક રીતે પીડાતો હોય અને જામનગર મેન્ટલ હોસ્પિટલમાં સારવાર ચાલુ છે તેમજ આ દિવસે તે ઘરેથી નીકળી ગયો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું જેથી માનસિક અસ્થિરતાને કારણે આવું કૃત્ય કર્યાનું ખુલ્યું હતું જેથી પોલીસે યુવાનના પરિવારને માનસિક સારવાર કરાવવા તાકીદ કરી હતી અને કોઈ વિવાદ વકરે તે પૂર્વે પોલીસે એક્શનમાં આવી મામલો થાળે પાડ્યો હતો.
મોરબીમાં રોડ પર પથ્થર આડા રાખીને નમાજ પઢનાર માનસિક અસ્થિર હિંન્દુ યુવક નીકળ્યો
