વાયરલ વીડિયોમાં ખેડૂત કુટુંબ સાથે દવા પી લેવાનું બોલે છે
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.18
- Advertisement -
મોરબીના સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં ખેડૂત કુટુંબના સભ્યો સાથે દવા પી મરી જવું છે તેવું જણાવી રહ્યા છે અદાણી કંપનીના ત્રાસથી કંટાળી ગયાનું તેઓ વીડિયોમાં બોલતા સાંભળી શકાય છે વાયરલ વીડિયોમાં ખેડૂત પોતે રામદેવસિંહ જાડેજા મોરબી તાલુકાના પીલુડી ગામના હોવાનું જણાવી રહ્યા છે ખેડૂત પોતાની વેદના વ્યક્ત કરતા જણાવે છે કે અદાણી કંપની વાળા વારંવાર ટોર્ચર કરે છે એના ત્રાસથી કંટાળી હવે કોઈ ઉપાય રહ્યો નથી એક જ ઉપાય છે મરી જવાનો, હું પત્ની અને બાળક સાથે કુટુંબના સભ્યો સાથે દવા પીને મરી જવું છે બાળકને સ્કૂલથી લેવા આવ્યા છે અને બાળકને પૂછે છે મરી જવું છે ને તો બાળક પણ હા બોલી રહ્યો છે અદાણી કંપની વાળા સીધા ખેતરમાં આવી કામ શરૂ કરે છે અને એના ત્રાસથી કંટાળી ગયાનું ખેડૂત એકથી વધુ વખત ઉલ્લેખ કરતા વીડિયોમાં સાંભળી શકાય છે વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.



