રળોલ અને નટવરગઢ ગામના કુલ ત્રણ ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
લીમડી તાલુકાના રળોલ ગામના ઇમરાન અબ્બાસભાઈ ઢોળીતર પોતાના ફેસબુક આઇ ડી પર ચાર વર્ષ પૂર્વે અન્ય વ્યક્તિના પરવાના ધરાવતા હથિયારનો ફોટો અપલોડ કરેલ હોય જે વાઇરલ થતા પાણશીણા પોલીસ દ્વારા ઇમરાનને ઝડપી પૂછપરછ કરતા જણાવ્યું હતું કે ચારેક વર્ષ પૂર્વે પોતે મિત્ર સાથે કોઈ કામ અર્થે ધ્રાંગધ્રા પોલીસ મથકની બહાર બેઠા હોય તેવા સમયે ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે રહેતા જેસંગભાઈ લઘરભાઈ કોળી પોતાના લાયસન્સ વાળું હથિયાર લઈને ત્યાં બેઠા હોય જેથી બંને વચ્ચે વાતચીતમાં ઓળખાણ થતાં આ લાયસન્સ વાળા હથિયાર સાથે ફોટા પડાવી બાદમાં થોડા સમય પછી આ ફોટો ઇમરાન દ્વારા પોતાના ફેસબુક આઇ ડી પર અપલોડ કરતા વાઇરલ થયો હતો.
- Advertisement -
જે અંતર્ગત પાણશીણા પોલીસ દ્વારા ઇમરાન અબ્બાસભાઈ ઢોળીતર અને કંકાવટી ગામના જેશિંગભાઇ લઘરાભાઈ કોળી વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે જિલ્લા એલ.સી.બી પીઆઇ જે.જે.જાડેજા, પી.એસ.આઇ એન.એ.રાયમા સહિતની ટીમ દ્વારા નટવરગઢ ગામે સોશિયલ મીડિયા પર સબંધીના હથિયારથી સીન સપાટા નાખવા હથિયાર સાથે ફોટો અપલોડ કરનાર વિપુલ પ્રભુભાઈ કોઠારીયા ને ઝડપી લઈ પૂછપરછ કરતાં ત્રણેક મહિના આગાઉ પોતાના સબંધી પાસે પરવાના વાળી બર બોરની ડબલ બેરલ બંધુક સાથે ફોટો પડાવી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હોય જે અંગે તેજાભાઇ નરશીભાઈ મેટાલિયાને પણ ઝડપી લઇ બર બોર ડબલ બેરલ બંધુક કિંમત 25 હજારની જપ્ત કરી બંને વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી