સરપંચ પણ રજૂઆત કરનાર ગ્રામજનોને ઉડાવ જવાબ આપતા હોવાનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
એક તરફ રાજ્યભરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા પખવાડિયું યોજવામાં આવ્યું હતું પરંતુ ખરેખર આ પ્રકારના પખવાડિયે સ્વચ્છતા હાઠ ધરાયા બાદની સ્થિતી કઈક અલગ નજરે પડે છે. ત્યારે મૂળી તાલુકાનાં લીયા ગામે પણ લાઈક આ પ્રકારની સ્થિતિ છે જેમાં છેલ્લા કેટલાક સમયથી લીયા ગામે ઠેર ઠેર ગટરના ગંદા પાણી રોડ પર આવી જતા ગ્રામજનોને ચાલીને નીકળવું મુશ્ર્કેલ બને છે. હાલ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે ગામડું પાણી અને ગંદકી માતાજીના નોરતા થવાના સ્થળે હોવાથી ગ્રામજનોમાં પણ રોષ જોવા મળે છે છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારની ગંદકી ભર્યા વાતાવરણ જેવી સ્થિતિ હોવાથી ગામના સરપંચને અને રજૂઆત કરી છે પરંતુ સરપંચ દ્વારા રજૂઆત કરનાર ગ્રામજનોને ઉડાવ જવાબ આપતા હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે બીજી તરફ લીયા ગામે છેલ્લા કેટલાક દિવસથી મુખ્ય બજારની લાઈટ બંધ છે અને રાત્રીના સમયે અંધારામાં ગંદકી ભર્યા કિચડમાંથી લોકોને ચાલવું પડે છે ત્યારે આ પ્રકારની નર્કાગાર માફક ગામમાં રહેતા ગ્રામજનો હવે ગંદકીથી ત્રાહિમામ પોકારી ઊઠયા છે ત્યારે સરપંચ પર તો હવે ભરૂૂષો નથી પરંતુ તંત્ર કોઈ કામગીરી હાથ ધરી ગંદકી દૂર કરે તેવી માંગ ઉઠવા પામી છે.



